Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત
    • PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય
    • Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો
    • Jamnagar પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો
    • Jamnagar મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ
    • Jamnagar ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર
    • કોણ બનશે બંગાળના નવા CM? Shubhendu Adhikari ને આવી શકે છે દિલ્હીનું તેડું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi પર્યાવરણ સુરક્ષા અને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો
    મોરબી

    Morbi પર્યાવરણ સુરક્ષા અને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલે ભારત સરકારના ‘મિસ્ટી’ (MISHTI) પ્રોજેક્ટનું મહત્વ સમજાવી મેન્ગ્રુવને દરિયાકાંઠાનું ‘કુદરતી સુરક્ષા કવચ’ ગણાવ્યું

    નિષ્ણાતોએ મેન્ગ્રુવના ઔષધિય ગુણો અને જૈવ-વિવિધતા પર આપ્યું માર્ગદર્શન; દરિયાને આગળ વધતો અટકાવવા મેન્ગ્રુવના સંરક્ષણ માટેનો નિર્ધાર કરાયો

    Morbi,તા,21

    મોરબી વન વિભાગ દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરના હૉલ ખાતે દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ‘સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો’ વિષય પર એક વિશેષ મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી મેન્ગ્રુવ (ચેર) ના જંગલોનું મહત્વ અને તેની જાળવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    વર્કશોપમાં મોરબી નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને એક ‘વિશિષ્ટ વનસ્પતિ’ ગણાવતા જણાવ્યું હતું કે, ચેરના જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે અને તે દરિયાકાંઠા માટે ‘ગ્રીન બેલ્ટ’ સમાન છે. તેમણે ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘મિસ્ટી’ (MISHTI – Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યું કે, દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું સંરક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. મેન્ગ્રુવ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સ્થાનિક માછીમારો અને જૈવ-વિવિધતા માટે પણ સમૃદ્ધિનો સ્ત્રોત છે.

    આ અવસરે વૈદ્યશ્રી કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગીર ફાઉન્ડેશનના શ્રી ભાવેશભાઈ ત્રિવેદીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી, જ્યારે પ્રોફેસરશ્રી ડો. કેતન મેવાડાએ મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી. આ નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી ઉપસ્થિતોને આકર્ષક શૈલીમાં મેન્ગ્રુવ સંરક્ષણ અને પર્યાવરણના જતન વિશે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષકશ્રી પ્રતિક નરોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વર્કશોપના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રકૃતિના સંવર્ધન માટે ‘આપણે પ્રકૃતિને શું આપી શકીએ’ તે દિશામાં લક્ષ્ય સાથે કાર્ય કરવા મક્કમ નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપ માટે ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.

    આ કાર્યક્રમમાં નિવૃત્ત વન સંરક્ષકશ્રી વી.ટી. કોરવાડિયા, રાજકોટ મદદનીશ વન સંરક્ષકશ્રી નરેન્દ્ર ગઢવી સહિતના વન વિભાગના અધિકારીઓ, દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં વસતા ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં યુવાનનું મોત

    May 2, 2026
    મોરબી

    Gujarat સ્થાપના દિન: Morbi જિલ્લો પણ Gujaratની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો

    May 2, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    મોરબી

    Morbi: જીલ્લા પંચાયતમાં 71.09 ટકા અને નવરચિત ટંકારા પાલિકામાં 81.27 ટકા મતદાન

    April 27, 2026
    મોરબી

    Morbi મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026

    Jamnagar પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો

    May 5, 2026

    Jamnagar પૈસાની લેતીદેતીના મામલે યુવાન પર ધારદાર હથિયાર વડે હુમલો

    May 5, 2026

    Jamnagar મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    May 5, 2026

    Surat પાલિકા તંત્ર મીટીંગોમાં વ્યસ્ત અને શહેરમાં કામગીરી અસ્તવ્યસ્ત

    May 5, 2026

    PMના સંભવિત Jamnagar ના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.