New Delhi,તા.03
દેશમાં મેડીકલ માફીયાઓ તબીબો-ફાર્મા કંપનીઓની સાંઠગાંઠના અનેક કેસો બહાર આવે છે તો ચોકકસ કંપનીઓની દવાજ ખરીદવા જે રીતે તબીબો પ્રિસ્કાઈબ કરે છે તેને ગઠબંધન તોડવામાં સરકારને સફળતા મળી નથી પણ હવે તમામ સરકારી હોસ્પીટલોમાં ફાર્મા કંપનીઓના જે મેડીકલ રીપ્રેઝન્ટેન્ટીવ માટે પ્રવેશબંધી જાહેર કરી છે.
એમ.આર. તરીકે ઓળખતા આ દવાના સેલ્સમેન જેવી ભૂમિકા ભજવતા પ્રોફેશનલ ચોકકસ દવાઓ લખવા તબીબોને ભલામણ કરે છે જેના બદલામાં તબીબોને ફાર્મા કંપનીઓ ‘સાચવી’ લે છે અને અનેક લાભો આપે છે પણ હવે ડિરેકટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ એ એક આદેશમાં કોઈપણ સરકારી હોસ્પીટલોમાં આ એમ.આર.ના પ્રવેશ પર જ પ્રતિબંધ મુકી દીધો છે.
જો તેઓ કોઈ સરકારી પ્રોજેકટના ભાગરૂપે દવાના પરિક્ષણ વિ. સાથે સંકળાયેલા હોય તો તેઓને ઈ-મેલ અથવા ડીજીટલ માધ્યમથી જ સંપર્ક કરવાનો રહેશે અને તે હેલ્થ ઓથોરિટીને પણ જાણ કરવી જરૂરી બનશે. ફાર્મા કંપનીઓ અનેક વખત બિનજરૂરી મોંઘી દવાઓ દર્દીઓને પ્રિસ્કાઈબ કરવા તબીબોને લાલચ આપે છે અને યેન-કેન પ્રભાવ પાડવાની પણ કોશીશ કરે છે.
દવાના પ્રમોશન કે નવી દવાના લોન્ચીંગમાં પણ તેમની ભૂમિકા મહત્વની હોય છે. ગત વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ દ્વારા ફાર્મા માર્કેટીંગ માટે એક યુનિફોર્મ સિવિલ કોડ જાહેર કર્યો હતો. જેમાં વિવિધ વિકલ્પોની ફાર્મા કંપનીઓ તબીબોની સાંઠગાંઠ તોડવા પ્રયાસ થયો છે.