ઘટતી જતી આવકની વચ્ચે દેશના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો શહેરી વિસ્તારો તરફ કુચ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં પલાયન માટે અન્ય કેટલાક કારણો પણ રહેલા છે. થોડાક દિવસ પહેલાના સર્વેક્ષણના હેવાલે તમામની ચિંતાને વધારી દીધી છે. આ રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે, કૃષિમાં સંલગ્ન પરિવારોની આવકમાં કૃષિ અને સહાયક ગતિવિધીની હિસ્સેદારી માત્ર ૪૩ ટકાની આસપાસ રહે છે. જ્યારે ૫૭ ટકા આવક મજુરી, નોકર અને અન્ય કારોબાર મારફતે આવે છે. એવા પરિવાર જે કૃષિમાં સામેલ રહેલા નથી તેમની સરેરાશ આવક પૈકી ૫૪.૨ ટકા મજુરી, ૩૨ ટકા સરકારી અને ખાનગી નોકરીમાંથી આવે છે. માત્ર ૧૧.૭ ટકા રકમ જ કારોબારથી મળે છે. જો કૃષિ અને બિન કૃષિમાં સામેલ પરિવારને ભેળવી દેવામાં આવે તો ગ્રામીણ ક્ષેત્રોમાં માત્ર ૨૩ ટકાની આવક જ કૃષિ મારફતે થઇ રહી છે જે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. બાકીની ૭૭ ટકા આવક મજુરી, સરકારી અને ખાનગી નોકરી તેમજ અન્ય કારોબાર મારફતે આવક થઇ રહી છે. આ આંકડાથી જે ચિંતાજનક ચિત્ર ઉપસીને સપાટી પર આવે છે તે એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં આવકની દ્રશ્ટિએ ખેતીની હાલત કફોડી બનેલી છે. જો કે કોઇ બે રીતે આંકડાની તુલના કરવાની બાબત યોગ્ય રહેતી નથી. છતાં ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારો વચ્ચે તુલના કરવાની બાબત કેટલીક રીતે સોર્સ રહેલા છે. ગામો અને શહેરી વિસ્તારો વચ્ચે તુલના કરવા માટે એક જ ક્ષેત્ર રહી જાય છે તે છે આવકના સાધન. કેન્દ્રિય આંકડાકીય મંત્રાલય સંગઠન ગ્રામો અને શહેરોમાં આવકના આંકડા નિયમિત રીતે પ્રકાશિત ન કરવાના કારણે સ્થિતી પર યોગ્ય તારણ કાઢવા સરળ નથી. છતાં સ્થિતી જટિલ તરીકે ઉભરી રહી છે. કૃષિ આધારિત પરિવાર એવા લોકો છે જેમની પાસે પરિવારના કોઇ એક સભ્યની આવક પાંચ હજારથી વધારે છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દેશમાં ૬૮.૮ ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. થોડાક વર્ષ પહેલા સુધી શહેરી પ્રતિ વ્યક્તિ આવક ગ્રામીણ પ્રતિ વ્યક્તિ આવકથી નવ ગણી વધારે હતી. આંકડા શહેરી વિસ્તારમાં રહેતા લોકો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે વધતા જતા અંતરને સાબિત કરે છે. સાથે સાથે નિતી નિયમો તૈયાર કરનાર લોકો માટે ચિંતાજનક પણ છે. ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં લોકોની હિજરત માટેના એક મુખ્ય કારણ તરીકે આને ગણી શકાય છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો હવે ખેતીની અવગણના કરીને શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે. આ પ્રવાહ જારી રહે તે યોગ્ય નથી. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની આવક સતત વધે તે જરૂરી છે. ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારો તરફ હિજરતને રોકવા માટે તરત પગલા જરૂરી બન્યા છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પાસે એકબાજુ પુરતી સુવિધા નથી.
Trending
- ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન
- દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે
- Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે
- Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે
- 21 સપ્ટેમ્બર નું પંચાંગ
- 21 સપ્ટેમ્બર નું રાશિફળ
- Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ