London,તા.24
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનનાં પ્રવાસે પહોંચતા લંડનમાં ભારતીય સમુદાય દ્વારા અભુતપુર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી મોદી-મોદીનાં નારા ગુંજયા હતા.
હાથમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે લોકો ઉમટી પડયા હતા.ઢોલ નગારાની થાપ પર નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી સાથે હાથ મિલાવવાનો જબરજસ્ત ઉત્સાહ હતો.