New Delhi, તા.6
કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
ત્યારે કેરલમમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં…’
કેરલમના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજયન (કેરલમના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરલમના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.
કેરલમના લોકો માત્ર કેરલમમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે.

