Morbi તા.૧૮
શહેરના પંચાસર રોડ પર આવેલ શ્યામ ૧ અને શ્યામ ૨ સોસાયટીના રહીશો આજે રોડના અધૂરા કામથી કંટાળી જઈને રોડ પર ઉતરી આવ્યા હતા મહિલાઓએ રોડ પર બેસી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ રોડનું કામ પૂર્ણ કરવા માંગ કરી હતી
મોરબીના પંચાસર રોડ પરની શ્યામ ૧ અને શ્યામ ૨ સોસાયટીમાં રોડનું કામ ચાલતું હતું જેમાં શ્યામ ૨ માં રોડ બની ગયો છે અને શ્યામ ૧ સોસાયટીમાં રોડનું કામ અધૂરું છે જેથી રોડ પર રેતી અને કાંકરીના ઢગલા પડ્યા છે અધૂરા રોડના કામ મામલે નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે છતાં રોડનું કામ પૂર્ણ થયું નથી સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે ૩ માસ જેટલા સમયથી રોડનું કામ બંધ પડ્યું છે જે શરુ કરવામાં આવતું નથી જેથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી નારાજ સ્થાનિકોએ આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો અને અધૂરું રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરાય તેવી માંગ કરી છે