Morbi, તા.૭
મોરબી નગરપાલિકાએ લાખોના બાકી વેરા નહિ ભરનાર ૧૮ આસામીઓને ડીફોલ્ટર જાહેર કરી નોટીસ પાઠવી છે અને ૧૮ આસામીઓની મિલકત જપ્તી/ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસ ટેક્ષ, શિક્ષણ ઉપકર, સફાઈ વેરો, દીવાબત્તી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ અને નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બીલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતાં ટેક્સની બાકી રહેતી રકમો ભરપાઈ કરવામાં આવી નથી જેથી ગુજરાત મ્યુનીસીપાલીટી એક્ટ ૧૯૬૩ ની કલમ ૧૩૩ (૧)અન્વયે ૧૮ આસામીઓની મિલકતો પર જપ્તી/ટાંચમાં તથા ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે માટે ૧૮ આસામીઓની યાદી જાહેર કરવામાં આવી છે
જેમાં દોશી હિમાંચંદ હરજીવન, મોરબી કોટન મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લીનો બાકી વેરો ૭૭.૭૭ લાખ, લાબેલ લેમિનેશનનો બાકી વેરો ૪૧.૬૨ લાખ, લાબેલ લેમિનેશનનો બાકી વેરો ૧૭.૫૩ લાખ, રમણીકલાલ ઉમિયાશંકરનો બાકી વેરો ૨૬.૭૬ લાખ, મહેશ્વરી મજુલા ખીમજીનું ૧૩ લાખ, એમ.એસ. દોશી એન્ડ સન્સનો ૯.૬૨ લાખ, કિશોરચંદ્ર મોહનલાલના વારસ ધર્મેશભાઈ કિશોરભાઈ મહેતાનો બાકી વેરો ૯.૩૨ લાખ, બારેયા જાદવજીભાઈ પોપટભાઈનો બાકી વેરો ૯ લાખ, ભોરણીયા જયંતીલાલ નારણભાઈનો બાકી વેરો ૮ લાખથી વધુ સહિતના ૧૮ આસામીઓને નોટીસ પાઠવી છે અને ભવિષ્યમાં મિલકત જપ્તી સુધીની કાર્યવાહી થશે તેવા સંકેત પ્રાપ્ત થયા છે