Morbi,તા.09
શહેરના નવલખી રોડ પર કાર અથડાતા ત્રણ ઇસમોએ માથાકૂટ કરી પથ્થર વડે કાચ તોડી તેમજ ઢીકા પાટું માર મારી ગાળો બોલી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના રવાપર ગામ હિરલ પોઈન્ટ એપાર્ટમેન્ટના રહેવાસી બ્રિજેશભાઈ દુર્લભજીભાઈ જાકાસણીયાએ ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૫ ના રોજ ફરિયાદીના ભાઈ જીજ્ઞેશભાઈના સાળા ગૌતમભાઈ અમૃતલાલ લીખીયાનો ફોન આવ્યો અને વાત કરી કે પરિવારના સભ્યોને વેનટો ગાડીમાં બેસાડી આમરણથી મહેન્દ્રનગર ખાતે પ્રસંગમાં આવતા હતા તાય્રે સેન્ટમેરી ફાટક પાસે નવલખી રોડ પર પહોંચતા બ્લેક કલરની સફારીના ચાલકે ગાડીમાં પાછળથી ઠોકર મારી હતી અને માથાકૂટ કરી હતી
જે ગાડીમાં સવાર આરોપીઓએ ગૌતમભાઈની ગાડીના કાચ તોડી નાખ્યા હતા જેથી ફરિયાદી સ્થળ પર ગયા જ્યાં ગૌતમભાઈ હાજર હતા અને બે થી ત્રણ અજાણ્યા ઈસમો હાજર હતા અજાણ્યા સફારી ગાડીવાળા સાથે વાતચીત કરતા તેઓ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી બ્રિજેશને ઢીકા પાટું માર મારી ગાળો બોલી આજે તો બચી ગયો નહીતર તને જાનથી મારી નાખવો છે કહીને જતા રહ્યા હતા સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે