એક યુવાનનું મોત જયારે એકને ઈજા પહોંચી
Morbi તા.૧૯
માળિયા હાઈવે પર ડબલ સવારી બાઈક લઈને યુવાન પેટ્રોલ પુરાવવા જતા હોય ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે તો એક યુવાનને ઈજા પહોંચી છે જે બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે માળિયાના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા ફતેમામદ ઇશાભાઇ માલાણી (ઉ.વ.૪૫) વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા રમજાન અને ભત્રીજાના દીકરા અકરમ બંને બાઈક લઈને માળિયા હાઈવે પર સ્વાગત પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવવા જતા હોય ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી વણાંક લેતા બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા રમજાનને ઈજા પહોંચી હતી જયારે ફરિયાદીના ભત્રીજાના દીકરા અકરમને કમરના ભાગે અને જગ તેમજ સાથળના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે