Morbi તા.20
મોરબીના ગાજપરમાં રહેતા ગોમતીબેનનું ચક્કર ખાઈ પડી ગયા બાદ સારવારમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ગોમતીબેન મેરૂભાઈ માંડવીયા (ઉંમર વર્ષ 45, રહે. ગાજપર, તા. જિ. મોરબી) તા. 15 માર્ચે સવારે 11 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પડી જતા માથામાં ઈજા થતા મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, બનાવના દિવસે ગોમતીબેન બેઠા હતા અને બેઠા બેઠા જ ચક્કર આવતા પડી ગયા હતા.
તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાનું ડોક્ટરે કહ્યું હતું. ગોમતીબેન 5 બહેન અને 2 ભાઈમાં ચોથા નંબરના અને અપરણિત હતા. તેમના પિતા નિવૃત્ત જીવન જીવે છે. ગોમતીબેનના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

