એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયા
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૯
Morbiના જેતપર ગામે ખેડૂતોને વીજ લાઈન મામલે વળતરની માંગ સાથે ૧૮ તારીખથી પાંચ ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કર્યું છે અને બીજા દિવસે એક ઉપવાસીની તબિયત લથડતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
જેતપર ગામે પાંચ ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કર્યું છે અને ઉપવાસી છાવણીમાં આરોગ્ય સુવિધાઓ અંગે માંગણી કરવામાં આવી હતી અને તંત્રએ આદેશ આપ્યા છતાં યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવી ના હોવાના આક્ષેપ ઉપવાસી છાવણીના આંદોલનકારી દ્વારા વિડીયો મારફત કરવામાં આવ્યા હતા અને આજે આંદોલનના બીજા દિવસે એક આંદોલનકારીની તબિયત લથડી હતી આમરર્ણાંત ઉપવાસ કરી રહેલા રામજીભાઈ ભાડજાની તબિયત લથડી હતી જેથી તેમને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ખેડૂતની તબિયત લથડતા આંદોલન છાવણી અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
