New Delhi તા.30
ઈન્કમ ટેકસ રિટર્ન (આઈટી) ફોર્મમાં મોટો ફેરફાર આવનાર છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસેસ (સીબીડીટી) ઓછી ઈન્કમ દેખાડનાર અને પોતાની કમાણીથી વધુ ખર્ચ કરનારાને પકડવા માટે આઈટીઆર ફોર્મને પુરી રીતે બદલી રહ્યું છે. નવા આઈટીઆરમાં ટેકસ કલેમનાં બારામાં વધુ જાણકારી મેળવવામાં આવશે.
આથી એ જાણવા મળશે કે કોઈ ખોટી રીતે ટેકસ બચાવવાની કોશીશ તો નથી કરી રહ્યોને. મોંઘી રજાઓ જેવા ખર્ચના બારામાં પણ જાણકારી માંગવામાં આવી શકે છે. આથી જે લોકોએ પોતાની અસલી કમાણી નથી બતાવી તેનો પતો મળી જશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભલે પુરી રીતે બદલાયેલુ આઈટીઆર ફોર્મ આવતા વર્ષથી લાગુ થાય પરંતુ આ વર્ષ માટે પણ કેટલાંક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
એક અધિકારીએ જણાવ્યુ હતું કે ટેકસ રિટર્ન ભરવુ સરળ હોવુ જોઈએ આ સાથે જ જે લોકો પોતાની અસલી કમાણી નથી બતાવી રહ્યા તેમના માટે ટેકસ બચાવવો મુશ્કેલ પણ હોવુ જોઈએ.
નવુ આઈટીઆર ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે સાથે સાથે બહેતર એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (એઆઈએસ) પાસેથી પણ શંકાસ્પદ કેસોનો પતો મેળવવામાં મદદ મળશે.
એઆઈએસ એક એવુ સ્ટેટમેન્ટ છે. જેમાં કોઈ ટેકસ પેયરની આખા વર્ષની પુરી જાણકારી હોય છે. જેમાં વ્યાજ, ડિવીડન્ડ કે સોર્સ પર ટેકસ (ટીસીએસ) મોટાભાગની જાણકારી અગાઉથી જ ભરેલી હશે.આથી ટેકસ રિટર્ન ભરવો સરળ થઈ જશે.
સરકારે ટીસીએસનું ક્ષેત્ર પણ વધારી દીધુ છે. લકઝરી સોનાની ખરીદીને પણ તેમાં સામેલ કરાઈ છે જેથી ખર્ચ અને છુપાયેલી કમાણીનો પતો મળી શકે. ઓલ્ડ રીજીમવાળા લોકોએ હવે છુટના બારામાં વધુ જાણકારી આપવી પડી શકે છે.