New Delhi,તા.06
આરબીઆઈ એ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ 2020 (ટેક્સબલ) ના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી રોકાણકારોને વધુ સારી સુવિધા અને સરળ પ્રક્રિયાઓ મળશે. આ બોન્ડ સરકાર દ્વારા સમર્થિત રોકાણ વિકલ્પ છે, જે ઓછા જોખમ સાથે સ્થિર રિટર્ન આપે છે. હાલમાં આના પર 8.05 ટકા વ્યાજ મળી રહ્યું છે.
જે FD ની સરખામણીમાં આકર્ષક માનવામાં આવે છે. આના વ્યાજ દર RBI ના દર સાથે જોડાયેલા હોય છે, જેમાં 0.35 ટકા વધારાનું વ્યાજ મળે છે. વ્યાજની ચુકવણી દર છ મહિને 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કરવામાં આવશે અને મેચ્યોરિટીની રકમ સીધી રોકાણકારના બેંક ખાતામાં આવશે.
બોન્ડનો મેચ્યોરિટી સમયગાળો 7 વર્ષ છે, જે પૂરો થયા પછી વ્યાજ મળશે નહીં. નવા નિયમો હેઠળ રોકાણકારો સરળતાથી નોમિની ઉમેરી શકશે અથવા બદલી શકશે. સમય કરતા પહેલા પૈસા ઉપાડવાના નિયમો પણ સ્પષ્ટ છે.
રોકાણકારોને ઓનલાઈન સુવિધાઓ પણ મળશે, જેમ કે અરજી કરવી, ખાતાની માહિતી જોવી, નોમિની અપડેટ કરવા અને જરૂરી દસ્તાવેજો ડાઉનલોડ કરવા. છઇઈં એ બેંકોને 31 ડિસેમ્બર 2026 સુધીમાં આ સુવિધાઓ શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે, આ રોકાણમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સબલ રહેશે અને TDS લાગું થશે.

