Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ
    • Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
    • Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
    • Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે
    • ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
    • Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા
    • Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના,ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 9, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૦૯ સામે ૮૧૬૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૪૧૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૦૮ પોઈન્ટ બંધ થયેલ...!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૮૩ સામે ૨૪૭૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….સરેરાશ ૧૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૯૪ પોઈન્ટ બંધ થયેલ...!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સોમવારે શેરબજાર ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો હતો.સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૫૦૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૮ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૬૯૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૫૩૧ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો.

    ભારતીય અર્થતંત્રમાં વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે.ખાસ કરીને વર્ષ ૨૦૦૦ બાદથી વિદેશી રોકાણ માટે ભારત લોકપ્રિય સ્થળ બન્યું છે. તેમાં પણ કોવિડ ૧૯ મહામારી બાદ ઘણા ટોચના દેશો ભારતમાં રોકાણ કરવા ડાયવર્ટ થયા છે. ૨૦૨૪માં પ્રથમ છ માસમાં એફડીઆઈ ૨૯% વધ્યું છે. છેલ્લા ૨૪ વર્ષમાં એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) ૦૧ લાખ કરોડ ડોલર નોંધાયું છે. ભારતમાં એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન આશરે ૮૫ લાખ કરોડ (૧ લાખ કરોડ ડોલર)નું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ નોંધાયું છે. જે વૈશ્વિક સ્તરે સુરક્ષિત અને અગ્રણી રોકાણ સ્થળ તરીકે દેશની લોકપ્રિયતા દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન એફડીઆઈની કુલ રકમ ૧૦૩૩.૪૦ અબજ ડોલર હતી, જેમાં ઈક્વિટી, રિઈન્વેસ્ટમેન્ટ, અને અન્ય રોકાણો સામેલ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર,૨૦૧૪ થી અત્યારસુધીમાં ભારતમાં કુલ ૬૬૭.૪ અબજ ડોલરનું એફડીઆઈ નોંધાયું છે. જે છેલ્લા એક દાયકાની તુલનાએ ૧૧૯ટકા વધુ છે. છેલ્લા એક દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એફડીઆઈ રોકાણ ૬૯% વધી ૧૬૫.૧ અબજ ડોલર થયું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં એફડીઆઈ રોકાણ ૧૯% વધ્યું છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,એચડીએફસી બેન્ક,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,ભારત ફોર્જ,રામકો સિમેન્ટ્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,જીન્દાલ સ્ટીલજેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગોદરેજ,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૨ અને વધનારની સંખ્યા ૨૨૯૯ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ આગામી દિવસોમાં જળવાઈ રહેશે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી.ભારતીય શેર બજારોમા ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરરો (એફપીઆઈઝ) શેરોમાં નેટ ખરીદદાર બનવા લાગતાં ફુલગુલાબી તેજી દેખાવા લાગી છે. વિદેશી ફંડોની અગાઉ સતત વેચવાલી અને ઘણા શેરોમાં ઓવરવેલ્યુએશનના કારણે તેજીની અતિની ગતિને બ્રેક લાગી  હતી.હવે શેરોમાં મોટું કરેકશન આવી ગયા  બાદ ઘણા શેરોમાં વાસ્તવિક વેલ્યુએશન દેખાવા લાગ્યું છે.જેના પરિણામે ફંડોએ આકર્ષક વેલ્યુએશને મળતાં અને ઘટી ગયેલા  શેરોમાં મોટી ખરીદી કરીને તેમના પોર્ટફોલિયોને મજબૂત બનાવવા લાગ્યો છે.

    વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન, યુદ્વના વાદળો વિખેરાવા લાગ્યા બાદ હજુ ઈઝરાયેલ અને રશિયાના છમકલા છતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સુકાન સંભાળતા પૂર્વે યુદ્વની સ્થિતિ વધુ  હળવી થવાની અને વિશ્વનું  ફોક્સ આર્થિક વિકાસ પર આવી જવાની અપેક્ષાએ તેજીનો સળવળાટ વધ્યો છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.

    તા.૧૦.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૯.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૩૭ પોઈન્ટ થી ૨૪૮૦૮ પોઈન્ટ,૨૪૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૯.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૫૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૩૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૬૦૬ પોઈન્ટ થી ૫૩૭૩૭ પોઈન્ટ,૫૩૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૧૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!! 

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લીમીટેડ ( ૨૨૭૩ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૦૩ થી રૂ.૨૩૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૯૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૬૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૩૮ થી રૂ.૧૯૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા ( ૧૮૧૨ ):- રૂ.૧૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૮૭ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૪૭૫ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટસ ( ૧૨૬૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૮૩ થી રૂ.૧૨૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઓબેરોઈ રિયલ્ટી ( ૨૧૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૦૩ થી રૂ.૨૦૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ટેક મહિન્દ્રા ( ૧૭૮૦ ):- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૭૧૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • વોલ્ટાસ ઇન્ડિયા ( ૧૭૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હોઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૪૦ થી રૂ.૧૭૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૭૦ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૨ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026

    Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

    April 22, 2026

    ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.