New Delhi તા.24
તાજેતરમાં આરએસએસના સંઘ કાર્યવાહ મોહન ભાગવતે કહ્યું હતું કે ભારત બંધારણીય રીતે ભલે હિન્દુ રાષ્ટ્ર ન હોય પણ તે હિન્દુ રાષ્ટ્ર જ છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન કર્યું છે કે ભારત ધર્મ નિરપેક્ષ દેશ છે અને હંમેશા રહેશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશ આજે પણ સમાજમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ કોંગ્રેસની સેકયુલરવાદી વિચારધારા અને વોટ બેંકની રાજનીતિના કારણે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારત એક સેકયુલર દેશ છે, રહ્યો છે, રહેશે.એ ભાજપ કે આરએસએસના કારણથી નહીં, બલકે ભારતીય સંસ્કૃતિના કારણે છે.

