Tehran, તા.10
મધ્ય પૂર્વના યુધ્ધ વિરામ મામલે આજે થનારી શાંતિ વાટાઘાટોમાં સસ્પેન્સ સર્જાયું છે અને લેબેનોન પર હુમલા અટકાવવાની માંગ સાથે ઇરાન આક્રમક વલણ અપનાવવા લાગ્યું છે તેવા સમયે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે લેબેનોન સાથે યુધ્ધ વિરામનો કોઇ સવાલ જ નથી અને હિઝબુલ્લા પરના હુમલા ચાલુ રાખવામાં આવશે.
નેતન્યાહુની આ જાહેરાતના પગલે પાકિસ્તાનમાં આજથી શરુ થનારી અમેરિકા-ઇરાન વચ્ચેની યુધ્ધ વિરામની વાટાઘાટો પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ ઇઝરાયેલને લેબેનોન પર હુમલા રોકવા અને સીઝફાયર કરવા સુચવ્યું હતું.
પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા આ વાત ફગાવી દેવામાં આવી છે અને હુમલા ચાલુ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. તે સંજોગોમાં અમેરિકા-ઇરાન વચ્ચેની વાટાઘાટો મામલે પણ સવાલ ઉભા થયા છે.

