New Delhi, તા.31
કેન્દ્ર સરકારે નવી ત્રિમાસિક (એપ્રિલ-જૂન 2026) માટે સ્મોલ સેવીંગ સ્કીમ- લઘુ બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે એક જરૂરી સૂચના જાહેર કરી છે. નાણા મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષ 2026-27ની પહેલી ત્રિમાસિક માટે વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.
નાણા મંત્રાલય દ્વારા જાહેર સૂચના મુજબ 1 એપ્રિલ 2026થી 30 જૂન 2026ના રોજ સમાપ્ત થનાર ત્રિમાસિક માટે વિભિન્ન લઘુ બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં થાય.
સરકારના આ નિર્ણયથી લોક ભવિષ્ય નિધિ (પીપીએફ), સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય), વરિષ્ઠ નાગરિક બચત યોજના (એસસીએસએસ), રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી), કિસાન વિકાસ પત્ર (કેવીપી) અને ડાકઘર સાવધિ જમા (પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટસ) જેવી લોકપ્રિય યોજનાઓના રોકાણકારોને મળનાર રિટર્નમાં કોઈ ઘટાડો કે વધારો નહી થાય.

