Singapore,તા.23
વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે ઇસ્તાબૂલને તુર્કી માટે હરખાવા જેવી વાત એ છે કે વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે ઇસ્તાબૂલને સ્થાન મળ્યું છે જયારે સિંગાપુરના સુપ્રસિધ્ધ ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બીજા સ્થાને ખસેડાયું છે. ઇનડોર ઝરણા અને લીલોતરી માટે પ્રસિધ્ધ ચાંગી એરપોર્ટને ઇસ્તાંબૂલે પાછળ છોડીને નંબર વનની પોઝિશન મેળવી છે. સિંગાપુરનું ચાંગી એરપોર્ટ પર ૬ લાખથી વધુ પ્લાન્ટ ઉગાડવામાં આવ્યા છે. ઇસ્તાંબૂલ એરપોર્ટને ટ્રાવેલ અને લેજરના ૨૦૨૫ વર્લ્ડસ બેસ્ટ એવોર્ડસમાં ૯૮.૫૭ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
એરપોર્ટ પર વધતી જતી વૈશ્વિક કનેકટિવિટી,મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર, પાયાની સુવિધાઓ અને પ્રવાસીઓના સારા અનુભવને ધ્યાનમાં રાખીને એરપોર્ટને ટોપ રેન્ક આપવામાં આવે છે. ટોચના એરપોર્ટમાં અરબ અને એશિયાઇ દેશોનો દબદબો રહયો છે. યુએઇની બે એરપોર્ટ ટોપ ૫ માં સ્થાન ધરાવે છે જયારે ભારતના મુંબઇ એરપોર્ટનો પણ ટોપ ટેનમાં સમાવેશ થાય છે. સર્વશ્રેષ્ઠ હવાઇઅડ્ડાઓની યાદી પ્રવાસીઓના સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવે છે. આ પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન અનુભવને યાદ કરીને અભિપ્રાય આપે છે. ઇસ્તાંબૂલ એરપોર્ટને ૯૮.૫૭, સિંગાપુરને ૯૫.૨૦. કતારના હમાદ એરપોર્ટને ૯૨.૩ સ્કોર સાથે ત્રીજો ક્રમ, અબુધાબીના દાયદ એરપોર્ટને ૮૯.૪૮ સ્કોર (ચોથો ક્રમ) દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ૮૮.૩૮ (પાંચમો ક્રમ), હૉગકોંગને ૮૬.૨૨ સ્કોર ( છઠો ક્રમ) ફિનલેંડ હેલસિંકી-વાંટા એરપોર્ટ ૮૬.૧૮ સ્કોર (સાતમો ક્રમ) ટોકયોના હાનેડા એરપોર્ટને ૮૪.૪૭ સ્કોર (આઠમો ક્રમ) મુંબઇ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ ૮૪.૨૩ સ્કોર (નવમો ક્રમ) અને દક્ષિણ કોરિયા ઇંચિયોન એરપોર્ટને ૮૩.૨૩ સ્કોર(દસમો ક્રમ) મળ્યો છે.