Morbi,તા.01
એક આરોપીને ઝડપી મુદામાલ જપ્ત, અન્ય એક આરોપીનું નામ ખુલ્યું
શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક માકનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૬૬ બોટલનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે
મોરબી એલસીબી ટીમેં શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોક નં એમ ૬૮ માં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૬ બોટલ કીમત રૂ ૨૪,૩૬૬ નો મુદામાલ જપ્ત કરી આરોપી મનોજ કિશોર ખારેચાને ઝડપી લીધો હતો અન્ય આરોપી દિગુભા જાડેજા રહે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર મંદિર પાસે વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે