Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    July 15, 2026

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી
    • 100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari
    • Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી
    • Mumbai માં દર બેમાંથી એક વ્યક્તિ બિમાર ! વરસાદ બાદ રોગચાળો ખતરનાક રીતે વકર્યો
    • શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ
    • Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો
    • દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court
    • Ram Mandir Trust ના CEO પદ માટે 24 કલાકમાં 1,000 થી વધુ અરજીઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mumbai માં દર બેમાંથી એક વ્યક્તિ બિમાર ! વરસાદ બાદ રોગચાળો ખતરનાક રીતે વકર્યો
    અન્ય રાજ્યો

    Mumbai માં દર બેમાંથી એક વ્યક્તિ બિમાર ! વરસાદ બાદ રોગચાળો ખતરનાક રીતે વકર્યો

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા. 15
    મુંબઈમાં હાલમાં વરસી રહેલાં ભારે વરસાદની વચ્ચે હોસ્પિટલો અને ક્લિનિક્સમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની ભીડ સતત વધી રહી છે. આરોગ્ય નિષ્ણાતો અને સ્થાનિક ડોક્ટરોના જણાવ્યાં અનુસાર, શહેરમાં ઇન્ફલ્યુએન્ઝા-એ અને શ્વાસ સંબંધિત રોગોનો વધારો જોવા મળી રહ્યો છે.

    જો કે, ડોક્ટરો ચેતવણી આપી રહ્યાં છે કે ચોમાસામાં આવતાં દરેક તાવને માત્ર સામાન્ય વાયરલ ચેપ ન ગણવો જોઈએ. વરસાદનાં ભરાયેલાં પાણીમાં ચાલવાથી ફેલાતી ‘લેપ્ટોસ્પાયરોસિસ’ નામની બીમારી આ દિવસોમાં મુંબઈકર્સ માટે એક મોટો ખતરો બનીને ઉભરી રહી છે.

    લેપ્ટોસ્પાયરોસિસ એ વાસ્તવમાં બેક્ટેરિયાથી થતો ચેપ છે, જે મુખ્યત્વે ઉંદર, કૂતરાં અને અન્ય પશુઓનાં પેશાબથી દૂષિત થયેલાં પાણી કે કાદવ દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચોમાસાનાં ભરાયેલાં પાણીમાં ખુલ્લાં પગે કે ચંપલ પહેરીને ચાલે છે, ત્યારે પગમાં રહેલાં કોઈ નાના ઘા, ચીરા અથવા તો આંખ, નાક અને મોંના માધ્યમથી આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરી લે છે.

    મુંબઈમાં ઠેર-ઠેર ભરાયેલાં પાણી, ગટરના નાળા અને કચરાના ડબ્બાઓને કારણે ઉંદરોની સંખ્યા વધે છે, જે આ રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ બને છે.આ રોગ વધુ ખતરનાક એટલાં માટે છે કારણ કે તેનાં શરૂઆતનાં લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે. દર્દીને અચાનક જોરદાર તાવ આવવો, માથાનો અસહ્ય દુખાવો, ખાસ કરીને પિંડલીઓ (કાફ મસલ્સ) અને કમરનાં નીચેનાં ભાગમાં સ્નાયુઓનો દુખાવો થવો, ઉલટી થવી અને આંખો લાલ થઈ જવી એ આના મુખ્ય લક્ષણો છે.

    સમયસર સારવાર ન મળે તો આ ઇન્ફેક્શન વધી જાય છે અને લિવર, કિડની કે ફેફસાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, જેને મેડિકલ ભાષામાં ‘વેઇલ્સ ડિસીઝ’ કહે છે.સારી વાત એ છે કે જો સમયસર નિદાન થાય તો એન્ટિબાયોટિક્સ દવાઓ દ્વારા લેપ્ટોસ્પાયરોસિસનો સંપૂર્ણ ઈલાજ શક્ય છે.

    આથી જ ડોક્ટરો સલાહ આપે છે કે વરસાદનાં પાણીનાં સંપર્કમાં આવ્યાં બાદ જો તાવ આવે, તો જાતે દવાઓ લેવાનાં બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ બીમારીથી બચવા માટે વરસાદી પાણીમાં જવાનું ટાળવું, જો જવું જ પડે તો વોટરપ્રૂફ બૂટ પહેરવા, શરીર પરનાં ઘાને બેન્ડેડથી ઢાંકીને રાખવા અને હાથ-પગની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    July 15, 2026
    રાષ્ટ્રીય

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026
    રાષ્ટ્રીય

    દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    July 15, 2026

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026

    દહેજ હત્યા કેસમાં 77 આરોપી ! આખા પરિવાર સામે કેસ ન્યાયની મજાક : Supreme Court

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gir માં ગેરકાયદે રીસોર્ટ – હોટલો પર બુલડોઝર ફરશે : નવી મંજુરી નહી

    July 15, 2026

    100% પેટ્રોલ મળશે પણ વધુ કિંમતે : Nitin Gadkari

    July 15, 2026

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.