Jammu and Kashmir તા.1
જિલ્લાના અરહામા જંગ વિસ્તારમાં મંગળવારે મોડી સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અનેક કલાકોની ભીષણ અથડામણ બાદ સુરક્ષા દળોએ એક આતંકીઓને ઠાર કરી દીધો હતો.
મંગળવારે સાંજે વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળતા સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળો અને આતંકીઓ સામ-સામા આવી ગયા હતા.
સુરક્ષાદળોએ આતંકીઓને લલકાર્યા હતા. જેના જવાબમાં આતંકીઓએ જવાનો પર ફાયરીંગ કર્યું હતું અને ભાગવાની કોશિશ કરી હતી. દરમિયાન સુરક્ષાદળોના ફાયરીંગમાં એક આતંકી ઠાર થયો હતો.
આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ગાંદરબલ અને સેનાજી 2 આસામ રાયફલ્સમાં જવાનોએ પાર પાડયું હતું.

