Savarkundla,તા.20
ગુજરાત સરકારના મહિલાઓને સલામતી અને સુરક્ષા પુરી પાડવાના હેતુ સહ સ્વરક્ષણ માટે જનરલ તાલીમ આપવા સુરક્ષા સેતુ સોસાયટી રાજય કક્ષા સભ્ય સચિવ અને અધિક પોલીસ મહાનિદેશકશ્રીના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની સમગ્ર શાળાઓ કોલેજોમાં તાલીમ અપાઇ રહી છે જે અંતર્ગત શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં ૨૮ જુલાઇ ૨૦૨૫ થી ૧૩ ઓગષ્ટ ૨૫ સુધી અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત વંડા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં હાઇસ્કૂલની ધોરણ ૯ થી ૧૨ની આશરે ૩૦૦ વિધાર્થીની બહેનોએ જુડો કરાટે, હેન્ડ ફ્રી મુવમેન્ટ, ચુન્નીદાવ, કાતા,પીરામીડ બ્રેકિંગ, ફાયર જેવા અલગ-અલગ દાવપેચની તાલીમ મેળવી હતી. આ અંતર્ગત પોલીસ સ્ટેશન વંડાના I/C PI શ્રી પી.જે.રામાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નિયુક્ત કરાયેલા કોચ હાર્દિકભાઇ નટુભાઇ ડુભાણીયા તેમજ ટીમ ટ્રેનર તરીકે DI વિરલબેન બાલાશંકર જાની WULRD, DI અનિરુધ્ધસિંહ નટુભા વાજા APC (વંડાપોલીસ સ્ટેશન)ની નિમણૂક કરવામાં આવી હતી. જે દરમિયાન દરેક બહેનોને તાલીમી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વંડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ શાળાના સિનિયર શિક્ષીકા નીતાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી I/C PI પી જે રામાણી સાહેબે બહેનોને સામાજિક સ્વરક્ષણ તેમજ અન્યાયો સામે લડવા આત્મસન્માનથી આત્મનિર્ભર બનવા હાંકલ કરી હતી. શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે બહેનોને સ્વરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતુ તેમજ કાર્યક્રમની સફળતા બદલ સહુને બિરદાવ્યા હતા.