Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે

    June 16, 2026

    Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ

    June 16, 2026

    પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે
    • Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ
    • પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો
    • FIFA World Cup માં મહાઉલટફેર : સ્પેન, બેલ્જિયમ અને ઉગ્વે વિજય વિહોણાં
    • Sports Sector મોટો નિર્ણય : નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ માટે `સર્ચ કમિટી’ની રચના
    • FIFA World Cup 2026 : ઓસ્ટ્રેલિયાની ટીમમાં ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી
    • Surendranagar: જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર રવાના થયા
    • Surendranagar: શહેર તેમજ જિલ્લામાં નિયમો નેવે મૂકી દોડતા સ્કૂલ વાહનો પર તવાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પાકિસ્તાને કર્યું મસ્જિદનું લોકાર્પણ તો ભડક્યું Japan !
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાને કર્યું મસ્જિદનું લોકાર્પણ તો ભડક્યું Japan !

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tokyo, તા.૩

    જાપાનના સાયતામા પ્રાંતના કાવાગોએ શહેરમાં કાનૂની મંજૂરી વિના એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ભારે નારાજ હોવાના અહેવાલો છે. વિવાદ એટલા માટે વધુ વકર્યો છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ પોતે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જાપાની મીડિયામાં આ અંગે તીખા અહેવાલો આવ્યા બાદ, પાકિસ્તાની દૂતાવાસે આ પ્રોજેક્ટથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધું છે.

    શહેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, મસ્જિદનું નિર્માણ સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હોવાથી આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવે એટલે કે બુલડોઝર ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

    જાપાનના પ્રતિષ્ઠિત અખબાર દ આસાહી શિમ્બુનના અહેવાલ મુજબ, આ મસ્જિદ આશરે ૪,૫૦૦ ચોરસ મીટરના એક એવા પ્લોટ પર બનાવવામાં આવી છે જેને સરકારી રેકોર્ડમાં પર્વતીય વનજમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વિસ્તાર શહેરીકરણ નિયંત્રણ ક્ષેત્ર હેઠળ આવે છે. જાપાનના કાયદા મુજબ આ ઝોનમાં સ્થાનિક સત્તાધીશોની વિશેષ પરવાનગી વિના કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

    કાવાગોએ શહેરના અધિકારીઓએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, “આ મસ્જિદનું નિર્માણ સિટી પ્લાનિંગ ઍક્ટ હેઠળ વિશેષ મંજૂરી મેળવ્યા વિના કરવામાં આવ્યું છે. સંબંધિત ઇમારતનું નિર્માણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.”

    સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે આ જમીનની માલિકી માર્ચ ૨૦૨૫માં ફુજીમી સ્થિત એક રિયલ એસ્ટેટ કંપની પાસેથી બદલાઈને કાવાગોએની એક ફર્મ પાસે ગઈ હતી. આ વિવાદ અંગે જાપાનમાં રહેતા અને યાશિયો મસ્જિદનું પ્રતિનિધિત્વ કરતાં ૬૨ વર્ષીય પાકિસ્તાની નાગરિક શકીલ શેખ મોહમ્મદે પણ આ ગેરકાયદેસર પ્રોજેક્ટની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ મંજૂરી વગર મસ્જિદ બનાવી રહ્યા છે તો તે કાયદાની દૃષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. સ્થાનિક જાપાની લોકો સાથે સારા સંબંધો બાંધીને જ ધાર્મિક સ્થળો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકાય, કાયદો તોડીને નહીં.

    મામલો વણસતા જાપાન સ્થિત પાકિસ્તાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાના નાગરિકોને સ્થાનિક કાયદાનું પાલન કરવા કડક સલાહ આપી છે. દૂતાવાસે પોતાના સમુદાયને અપીલ કરી છે કે તેઓ આ મામલે જાપાની અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપે.

    ૩૧ મેના રોજ જાહેર કરાયેલા એક અલગ સ્પષ્ટતા પત્રમાં દૂતાવાસે જણાવ્યું કે, પાકિસ્તાની રાજદૂત અબ્દુલ હમીદે ૩ એપ્રિલ૨૦૨૬ના રોજ કાવાગોએમાં આયોજિત આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ તેમણે આ આમંત્રણ માત્ર એટલા માટે સ્વીકાર્યું હતું કારણ કે આયોજકોએ તેમને ખોટી ખાતરી આપી હતી કે સ્થાનિક સરકાર પાસેથી તમામ જરૂરી કાનૂની મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે તેઓ એવા કોઈપણ પ્રોજેક્ટને સમર્થન આપતા નથી જે જાપાનના કાયદાનું ઉલ્લંઘન કરતું હોય.

    Japan Pakistan Tokyo
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    મિડલ ઈસ્ટ શાંત થયું ત્યાં Russia-Ukraine યુદ્ધમાં ભડકો!

    June 15, 2026
    રાષ્ટ્રીય

    દેશમાં પૂરતો ઇંધણ ભંડાર, ગભરાશો નહીં: Petroleum Ministry Hardeep Singh Puri

    June 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israelએ US-Iran કરાર પર આક્રમક વલણ અપનાવ્યું: લેબનોન પર લાલ રેખા દોરી

    June 15, 2026
    મુખ્ય સમાચાર

    રામ મંદિર દાન ચોરીનો મામલો Supreme Courtમાં પહોંચ્યો

    June 15, 2026
    રાષ્ટ્રીય

    પાકિસ્તાનનો પ્રાદેશિક અને વૈશ્વિક પ્રભાવ વધ્યો હોય તેવું લાગે છે: કોંગ્રેસના મહાસચિવ Jairam Ramesh

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે

    June 16, 2026

    Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ

    June 16, 2026

    પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો

    June 16, 2026

    FIFA World Cup માં મહાઉલટફેર : સ્પેન, બેલ્જિયમ અને ઉગ્વે વિજય વિહોણાં

    June 16, 2026

    Sports Sector મોટો નિર્ણય : નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ માટે `સર્ચ કમિટી’ની રચના

    June 16, 2026

    FIFA World Cup 2026 : ઓસ્ટ્રેલિયાની ટીમમાં ચમક્યો ભારતીય મૂળનો ખેલાડી

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી દેશભરમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે

    June 16, 2026

    Kane Williamson ની નિવૃત્તિ પર સચિન તેંડુલકરની ભાવુક પોસ્ટ

    June 16, 2026

    પહેલાં કેપ્ટનને અમ્પાયરથી બચાવનાર Vaibhav ઓવર બાદ પોતે જ શ્રીલંકન ખેલાડીઓ સાથે ભીડાયો

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.