Junagadh , તા.8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ યાત્રાને ગુરૂ દત્તાત્રેય સંસ્થાનના પીઠાધીશ મહેશગીરીબાપુએ આવકારી છે. આ અંગે સંદેશો આપતા મહેશગીરીબાપુએ જણાવેલ છે કે જે કોઇપણ સમાજ, સંસ્થા કે દેશ પોતાની સંસ્કૃતિ ભૂલે છે તો પોતાનું ભવિષ્ય સ્થાપિત કરી શકતું નથી.
ભારત વર્ષના સંસ્કારોની યાદો યાદ કરીએ ત્યારે સૌ પ્રથમ જ્યોર્તિલિંગ દાદા સોમનાથના મંદિરની યાદ આવે છે કે મહમ્મદ ગઝની દ્વારા અનેકોવાર દાદા સોમનાથના મંદિર પર અતિ આક્રમણ કર્યા બાદ આજે સનાતન અખંડ છે અને આ સનાતન સંસ્કૃતિને અખંડ રાખવા માટે 75 વર્ષ પહેલા મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવ્યું હતું.
આજે 75 વર્ષ પછી આ સોમનાથ મંદિર પોતાની યશોગાથા, પોતાનું સ્વાભિમાન અને ધર્મની ધજા આજે એના શિખર પર લહેરાય છે. જે સનાતન સત્ય છે, આ ઇતિહાસને યાદ કરાવા માટે ભારત વર્ષના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે અને જ્યાંથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ કરશે.

