Mumbai, તા.૭
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની વોર-બેઝ્ડ ફિલ્મ ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ’ હવે થિયેટરોમાં આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર મીડિયા સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહી હતી. આ પ્રસંગે સલમાન ખાને વડીલો માટે એક અનોખી સ્કીમની જાહેરાત પણ કરી હતી.ટ્રેલર લોન્ચિંગ દરમિયાન સલમાન ખાને એક રસપ્રદ જાહેરાત કરતાં જણાવ્યું કે જે લોકોની ઉંમર ૭૫ વર્ષ કે તેથી વધુ છે, તેઓ ‘માતૃભૂમિ‘ માત્ર ૧૧ રૂપિયામાં સિનેમાઘરોમાં જોઈ શકશે. આ સ્પેશિયલ ઓફર ફક્ત સિનિયર સિટીઝન માટે જ લાગુ રહેશે, જેથી વૃદ્ધ લોકો પણ આર્મી ઓફિસરોના જીવન પર આધારિત આ દેશભક્તિ ફિલ્મ સરળતાથી જોઈ શકે.ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાના દાવાઓ પર સલમાન ખાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમના પર સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું દબાણ નહોતું. તેમણે આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે આ ફિલ્મ આર્મી ઓફિસરો અને તેમના પરિવારના ત્યાગ તેમજ સંઘર્ષની કથા છે, જેમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જવાનો કેવી રીતે દેશને સર્વોપરી રાખે છે તે દર્શાવવામાં આવ્યું છે.ફિલ્મની રિલીઝ મોડી થવા પાછળનું સાચું કારણ જણાવતાં સલમાન ખાને કહ્યું કે ફિલ્મનું ફહ્લઠ કામ ચાલી રહ્યું હતું, જેના કારણે સમય લાગ્યો છે. હવે આ ફિલ્મ આગામી ૪ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર ટ્રેલર થોડા દિવસો બાદ ઉપલબ્ધ કરાશે કારણ કે મેકર્સ બાકી રહેલા કેટલાક વિઝ્યુઅલ ઈફેક્ટ્સને આખરી ઓપ આપી રહ્યા છે.અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘માતૃભૂમિ‘માં સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ૪ ડિસેમ્બરના રોજ સલમાન ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’ સામે ટકરાશે. બંને ફિલ્મોને લઈને ચાહકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

