Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી
    • વાર્શિક રાશિ ફળ……..
    • Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ
    • Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી
    • Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા
    • Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ
    • ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ
    • ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sonu Nigam ૪૪.૩ કરોડમાં ખરીદ્યો ૩,૦૫૫ ચોરસ ફૂટનો લક્ઝુરિયસ ફ્લેટ
    મનોરંજન

    Sonu Nigam ૪૪.૩ કરોડમાં ખરીદ્યો ૩,૦૫૫ ચોરસ ફૂટનો લક્ઝુરિયસ ફ્લેટ

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૭

    સિંગર સોનુ નિગમે મુંબઈના અંધેરી વેસ્ટમાં ૩,૦૫૫ ચોરસ ફૂટનો એક એપાર્ટમેન્ટ ૪૪.૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ લિયાસેસ ફોરાસ  દ્વારા મેળવવામાં આવેલા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, આ સોદો કરવામાં આવ્યો છે.આ એપાર્ટમેન્ટના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રોપર્ટી અંધેરી વેસ્ટના જુહુ વર્સોવા લિંક રોડ પર આવેલી રહેણાક ઇમારત વર્તમાનના ૧૨મા માળે આવેલી છે. આ ઇમારત અગાઉ મન્નત તરીકે ઓળખાતી હતી.એપાર્ટમેન્ટ નંબર ૧૬નું કાર્પેટ એરિયા ૩,૦૫૫ ચોરસ ફૂટ (૨૮૩.૮૨ ચોરસ મીટર) છે. તેની સાથે ચાર કાર પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ સોદા પર ૨.૬૫૮ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી અને ૩૦,૦૦૦ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે.એપાર્ટમેન્ટની નક્કી કરવામાં આવેલી કિંમત અને કાર્પેટ એરિયાના આધારે આ સોદાની કિંમત પ્રતિ ચોરસ ફૂટ આશરે ૧.૪૫ લાખ રૂપિયા થાય છે.આ પ્રોપર્ટીના વેચનાર મોનીશ મંગલકુમાર દરડા છે, જેમના વતી રજીસ્ટર્ડ સ્પેસિફિક પાવર ઓફ એટર્ની ધારક કલ્પના મોનીશ દરડાએ આ સોદાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. દસ્તાવેજોમાં ૫૩ વર્ષીય સોનુ નિગમને ખરીદદાર અને ૬૨ વર્ષીય દરડાને વેચનાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.ચાર પાર્કિંગ સ્પેસમાંથી બે સ્ટિલ્ટ ફ્લોર પર અને બે અપર બેઝમેન્ટમાં આવેલી છે. દરેક પાર્કિંગ સ્પેસનું ક્ષેત્રફળ ૧૦ ચોરસ મીટર હોવાનું જણાવાયું છે.સોનુ નિગમે મુંબઈમાં રહેણાક અને કોમર્શિયલ પ્રોપર્ટી ઉપરાંત કરજતમાં જમીન સહિત અનેક રિયલ એસ્ટેટ રોકાણો કર્યા છે. માર્ચ ૨૦૨૩માં તેમણે અંધેરી વેસ્ટના વીરા દેસાઈ રોડ પર આવેલી બે કોમર્શિયલ ઓફિસ ખરીદી હતી. આ બંને ઓફિસનું સંયુક્ત ક્ષેત્રફળ ૫,૫૪૭ ચોરસ ફૂટ હતું અને તેની કુલ કિંમત ૧૧.૩૭ કરોડ રૂપિયા હતી.આ બંને ઓફિસમાંથી એકની કિંમત ૫.૮૩ કરોડ રૂપિયા અને બીજીની કિંમત ૫.૫૪ કરોડ રૂપિયા હતી. જૂન ૨૦૨૪માં તેમણે અંધેરી વેસ્ટના દત્તાજી સાળવે માર્ગ પર આવેલી ૨,૧૩૧ ચોરસ ફૂટની કોમર્શિયલ પ્રોપર્ટી ૭ કરોડ રૂપિયામાં વેચી હતી. આ સોદામાં બે પાર્કિંગ સ્પેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.ડિસેમ્બર ૨૦૨૫માં તેણે સાંતાક્રુઝ ઈસ્ટના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (મ્દ્ભઝ્ર)માં આવેલા ટ્રેડ સેન્ટરની ૪,૨૫૭ ચોરસ ફૂટની કોમર્શિયલ યુનિટ ભાડે આપી હતી. આ પ્રોપર્ટીનું માસિક ભાડું ૧૯ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષના લીઝ એગ્રીમેન્ટમાં ભાડું વધારવાની જોગવાઈ પણ હતી. આ મુજબ બીજા વર્ષમાં માસિક ભાડું વધીને આશરે ૨૦ લાખ રૂપિયા થવાનું હતું અને ત્યારબાદ દર વર્ષે તેમાં વધારો થવાનો હતો.તેના પ્રોપર્ટી રોકાણોમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (મ્દ્ભઝ્ર) માં કરેલું એક મોટું કોમર્શિયલ રોકાણ પણ સામેલ છે. નવેમ્બર ૨૦૨૩માં તેમણે મ્દ્ભઝ્રમાં ૩,૦૮૨ ચોરસ ફૂટની કોમર્શિયલ ઓફિસ ૧૪.૩૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ત્યારબાદ ૨૦૨૬માં તેણે આ પ્રોપર્ટી ૧૮ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. આ રીતે તેને ટ્રાન્ઝેક્શન ખર્ચ અને ટેક્સ પહેલા આશરે ૩.૭૦ કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું કહેવાય છે.તાજેતરમાં ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ તેણે અંધેરી વેસ્ટના લોકંડવાલા રોડ પર આવેલા સુંદરવન કોમ્પ્લેક્સની એસ્ટન (છજર્ંહ) બિલ્ડિંગમાં ત્રણ કોમર્શિયલ યુનિટ ખરીદી હતી. આ ત્રણેય યુનિટની કુલ કિંમત ૧૭ કરોડ રૂપિયા હતી.આ ખરીદીમાં પ્રથમ માળે એકબીજાની બાજુમાં આવેલી બે ઓફિસ યુનિટનો સમાવેશ થાય છે, જેનું સંયુક્ત કાર્પેટ એરિયા ૩,૮૮૫.૭૭ ચોરસ ફૂટ છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમુખ્ય આરોપી ફૂલસિંહે courtમાં સગીર હોવાનો દાવો કર્યો
    Next Article ૭૫ વર્ષથી વધુ વયના લોકો માત્ર રૂ.૧૧માં Film જોઈ શકશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ

    November 7, 2026
    મનોરંજન

    Stree 2 પછી શ્રદ્ધાએ અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી

    November 7, 2026
    મનોરંજન

    માતૃભૂમિની Script બદલવા સરકારનું કોઈ દબાણ નહોતું

    November 7, 2026
    મનોરંજન

    Johnny ડેપ ‘પાઇરેટ્‌સ ઓફ ધ કેરેબિયન ૬’માં પરત ફરવા તૈયાર

    November 7, 2026
    મનોરંજન

    Ramayan ફિલ્મની બે દિવસમાં જ વિશ્વભરમાં ૨૨૧ કરોડની કમાણી

    November 7, 2026
    મનોરંજન

    Ranveerની ફિલ્મ માટે આઝાદ મેદાનની મેચો રદ કરાઈ

    November 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 21:01
    Categories
    Latest News

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026

    Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી

    November 7, 2026

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.