Rome,તા.17
ઈટલીના વડાપ્રધાન જયોર્જીયા મેલોનીએ દુનિયામાં સૌથી ચર્ચીત મહિલા રાષ્ટ્રવડા છે અને તેઓ જેમને મળે છે તો ન્યુઝ બની જાય છે તે સમયે તેમની મોઝામ્બીકતા રાષ્ટ્રપતિ ડેનિયલ ચાપો સાથેની એક તસ્વીર વાયરલ થઈ છે.
5 ફુટ 2 ઈંચની ઉંચાઈ ધરાવતા મેલોની તથા 6 ફુટ 8 ઈંચની ઉંચાઈ ધરાવતા મોઝામ્બીકના રાષ્ટ્રપતિ હાથ મિલાવે છે તો મેલોનીને એફીલ ટાવર નિહાળતા હોય તેમ ડોક ફુલ-લેન્થ ઉંચી કરીને જોવું પડયું હતું અને મેલોની તથા ચાપો બન્નેના ચહેરા પર સ્મિત હતું.
રસપ્રદ બાબત એ છે કે બન્ને એક જ ફ્રેમમાં આવે તે માટે ફોટોગ્રાફર્સ પણ નીચે લગભગ બેસી જવું પડયું હતું. 48 વર્ષના ડેનિયલ ચાપો વિશ્વના સૌથી ઉંચા રાષ્ટ્રવડા છે અને તેઓ બાસ્કેટબોલના સારા ખેલાડી પણ છે. મેલોની અન્ય દેશોના રાષ્ટ્રવડાઓને મળતા સમયે અત્યંત સાહજીક થઈ જાય છે અને તેજ તેમને આકર્ષક બનાવે છે.

