દુસ્કર્મ ના કેસમાં પીડિતાનું નામ અને ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૨૭ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૮ મી ઓગસ્ટે એડવોકેટ હિતેશ ગુપ્તા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ અને એટ્રોસિટિની ફરિયાદ થઇ હતી. તે અંગે ખુલાસો આપતા હિતેશ ગુપ્તા તેમજ કોંગ્રેસ પાર્ટીના રાજકારણીઓ કહે છે કે, આ કેસ રાજકીય ષડયંત્ર છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કરાવ્યો છે. બીજી બાજુ હિતેશ ગુપ્તા કહે છે કે, વકીલોએ ભેગા મળીને ફરિયાદ કરાવી છે. જોકે, હિતેશ ગુપ્તાએ આ કેસની પાછળ શૈલેષ સોટ્ટાનો કોઇ રોલ નહીં હોવાનો પણ ખુલાસો કર્યો હતો.
પીડિતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ બધા ચક્કરમાં હિતેશ ગુપ્તા દ્વારા અમો ભોગ બનનાર તથા મારી સગીર દીકરીની ઓળખ સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધી હતી. તેમણે મારા વિશે ખોટી માહિતી જાહેર કરી છે. પોલીસે આ અંગે જણાવ્યું છે કે, આજે ફરિયાદીને પુરાવા આપવા માટે બોલાવ્યા છે. પરંતુ, તેઓ હજી આવ્યા નથી.
Trending
- Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
- ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
- Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
- Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
- Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત
- Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
- Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
- Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી

