New Delhi,તા.06
દેશની ટોચની ઈન્ડીગો એરલાઈન્સમાં જે રીતે સતત ફલાઈટ કેન્સલેશનની હારમાળાથી વિમાની મુસાફરો માટે મુશ્કેલી સર્જાઈ છે. તેમાં હવે રેલવેમાં ફસાયેલા પ્રવાસીઓના વહારે આવે છે અને ભારતીય રેલવેમાં રાજધાની સહિત પ્રીમીયમ અને અન્ય લાંબા અંતરની 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ લગાવીને આ મુશ્કેલી હળવી કરવા પ્રયાસ કર્યા છે.
આ ઉપરાંત રેલવે કુલ 114 વધારાની ટ્રેન પણ દોડાવવાની તૈયારી કરી રહી છે. લગ્ન સહિતની સીઝનના કારણે દેશમાં પ્રવાસન ધસારો જબરદસ્ત છે અને ઈન્ડીગોની સેવા પુરી રીતે સામાન્ય થાય તેને સમય લાગશે તેવા સંકેત છે.
રેલવે એ આપેલી માહિતી મુજબ દક્ષિણ રેલવેએ તેની લાંબા અંતરની ટ્રેનોમાં સૌથી વધુ એકસ્ટ્રા કોચ જોડયા છે. વધુ ડિમાન્ડવાળા રૂટ પર વધુ એરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે. આમ 18 ટ્રેનોની ક્ષમતા વધારવામાં આવી છે.
આ વ્યવસ્થા તાત્કાલીક રીતે થઈ છે. ઉતર રેલવેએ આઠ ટ્રેનમાં 34 એસી અને એરકાર કોચ જોડયા છે. પશ્ચીમ રેલવેએ ચાર ટ્રેનોમાં 3 એસી અને સેકન્ડ એસી કોચ જોડયા છે. આ ઉપરાંત ખાસ ટ્રેનો પણ દોડાવવાનું શરૂ કર્યુ છે.
જેમાં ગોરખપુર, આનંદ વિહાર ટર્મીનલનું નવી દિલ્હી શહીદ કેતન તુષાર મહાજન નવી દિલ્હી વંદેભારત સ્પેશ્યલ ટ્રેન વિ. ચાર દિવસ વધારાની ટ્રીપ કરશે. પશ્ચીમી રેલવેએ નવી દિલ્હી, મુંબઈ, નવી દિલ્હી રિઝર્વ સુપર ફાસ્ટ સ્પે.ટ્રેન તા.6-7ના દોડાવવા જાહેરાત કરી છે. આ ઉપરાંત હઝરત, નિજામુદીન, તિરૂવંતપુરમ, સેન્ટ્રલ રિઝર્વ સુપર ફાસ્ટ ટ્રેન આજે ઉપડશે.
ફલાઈટ કેન્સલેશનના કારણે રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોનું બુકીંગ વધી ગયું છે. મુસાફરો હવે તેવા જ નિશ્ચિત સ્થળે સમયસર પહોંચી શકાય તે માટે ટ્રેનોના બુકીંગ પણ વધારવા લાગ્યા છે અને રેલવેએ ખરા ટાઈમે મદ માટે તૈયારી કરી છે.

