Rajkot, તા.17
આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ખૂબ જ ઝડપથી ભોગ બનનારને ન્યાય મળ્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી મંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે, અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત.
સંઘવીએ ટ્વીટમાં લખ્યું કે, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું. ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે. ઝીરો ટોલેરન્સ નીતિ છે. આટકોટ પોક્સો કેસમાં એફઆઈઆરથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થઈ.આ બતાવે છે કે, ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે. દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી. માત્ર કડક સજા છે. આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો. ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.
આજે એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આટકોટની ઘટના બાદ આરોપીએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો ત્યારે પોલીસે તેના પગમાં ગોળી ધરબી હતી. મને અનેક મહિલાઓનો બહેનોનો ફોન આવ્યો હતો કે ગોળી મારી એ બધું ઠીક છે. હવે ઝડપથી સજા કરાવો. હું મારા રાજીની દરેક મહિલાઓને કહેવા માગું છું કે મને તમે જે જવાબદારી આપી હતી તે 40 દિવસમાં પૂરી કરી છે.
ભગવાનના દીકરીના ઘરમાંથી હજુ શોખ ગયો નથી ત્યાં જ તેને ઝડપી ન્યાય મળ્યો છે અને આરોપીને ફાંસીની સજા કરાવીને હું આ કાર્યક્રમમાં આવ્યો છું. આમ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવતા તત્વો અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમારી દીકરીઓ પર ખોટી નજર ઉઠાવી કે હાથ લગાવ્યો કે હુમલો કર્યો તો જીવનનો અંત નક્કી છે.

