Indore, તા.19
ન્યૂઝીલેન્ડે ભારતમાં ઈતિહાસ રચતા પહેલીવાર વન-ડે સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં કિવી ટીમે ભારતને 41 રનથી હરાવ્યું. આ સાથે જ આ મેદાન પર ભારતની આ પહેલી વન-ડે હાર પણ રહી.
વિરાટ કોહલી એ વન-ડેમાં નં.3 પર સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો અને ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. પરંતુ તેની આ ઇનિંગ ટીમને જીત સુધી પહોંચાડી શકી નહીં.
મેદાન પર ખેલાડીઓ વચ્ચેની મિત્રતા અને રમૂજની એક રસપ્રદ ક્ષણ જોવા મળી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરીલ મિચેલ આઉટ થઈ પેવેલિયન તરફ જઈ રહ્યા હતા ત્યારે વિરાટ કોહલીએ તેમની સારી બેટિંગની પ્રશંસા કરી હતી.
ત્યારબાદ જ્યારે મિચેલ બાઉન્ડરી કૂશન નજીક પહોંચ્યા, ત્યારે કોહલીએ મજાકના સ્વરમાં તેમને હળવો ધક્કો મારીને `જલદી પેવેલિયન જાવ’ એવી રમૂજી અદામાં સંકેત આપ્યો. બંને ખેલાડીઓ વચ્ચેની આ હળવી મસ્તીથી મેદાન પર હાસ્યની લહેર ફરી વળી હતી.

