રિસામણે રહેલી પત્નીને તેડવા જતા જયેશભાઈને ધોકા વડે ફટકાર્યો
Rajkot તા.૧૬
શહેરના કુવાડવા નજીક માલ્યાસર ચોકડી પાસે માવતરેથી પત્નીને તેડવા આવેલા પતિ પર સસરા અને સાળાએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે, હુમલામાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના સનાતન ચોકડી પાસે આવેલ જીવનપરા વિસ્તારમાં રહેતા જયેશભાઈ જયંતીભાઈ વાદી (ઉં ૩૫) ને અગાઉ ઘર બાબતે પત્ની સાથે ઝઘડો થયો હતો. આ મનદુઃખને કારણે તેમની પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ હતી. પત્નીને મનાવીને પરત ઘરે લઈ જવા માટે જયેશભાઈ આવ્યા રાજકોટના માલ્યાસર ચોકડી પાસે આવ્યા હતા. ત્યારે ત્યાં તેમના સસરા લક્ષ્મણભાઈ અને સાળા સહિતના શખ્સોએ પત્નીને તેડવા અને ઘરના ડખ્ખા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં સસરા લક્ષ્મણભાઈ તથા સાળાએ જયેશભાઈ સાથે ઝઘડો કરી ધોકા અને ઢીકાપાટુ વડે બેફામ માર માર્યો હતો, હુમલામાં ઘવાયેલા જયેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

