Ayodhya ,તા.3
પાંચ જુને ગંગા દશેરાના દિવસે શ્રીરામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે.પરંતુ રામ દરબારના દર્શન હાલ શ્રધ્ધાળુ નહીં કરી શકે. તેમાં સમય લાગી શકે છે.
શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચીવ ચંપતરાયે રામ ભકતોને પ્રાણ પ્રતિષ્ઠાન દિવસે અયોધ્યા ન આવવા અપીલ કરી છે. સોશ્યલ મિડીયા પર એક સંદેશ જાહેર કરી તેમણે કહ્યું છે.હવામાનને ધ્યાનમાં રાખીને કોઈ મોટો કાર્યક્રમ નથી કરવામાં આવી રહ્યો લોકો નિયમીત રીતે દર્શન કરી શકશે.માત્ર પ્રાણ પ્રતિષ્ઠા માટે યોજના બનાવીને ન આપે.
શ્રીરામ જન્મભુમિ પર બનેલા ભવ્ય રામ મંદિરનાં પ્રથમ માળનાં રામ દરબાર અને કમ્પાઉન્ડ વોલના 6 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેમાં ગણેશ ભગવાન ભગવાન શિવ, દેવી ભગવતી, હનુમાનજી ભગવાન સુર્ય, દેવી અન્નપુર્ણા અને શેષ અવતારની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન આજથી શરૂ થઈ જશે.
પાંચ જુને સવારે 11 વાગ્યે અભિજિત મુહુર્તમાં રામ દરબાર સહીત 8 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.
પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન સવારે સાડા છ વાગ્યાથી શરૂ થશે. 101 વૈદિક કર્મકાંડી કાર્યક્રમ સંપન્ન કરશે.
રામ મંદિરમાં બીજી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં ભવ્ય સજાવટ
અયોધ્યા: અત્રે રામ મંદિરમાં પ્રથમ માળે રામ દરબાર સ્થાપિત કરવામાં આવ્યો છે. જેની પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી આરંભ થયો છે. રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત કમ્પાઉન્ડ વોલમાં આવેલા મંદિરોમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અયોધ્યામાં ભવ્ય સજાવટ કરવામાં આવી છે. રામ મંદિરને સુંદર રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં ભારે ઉત્સાહ છે.