રિચા ચઢ્ઢા લાજ્જો અને ભોલી પંજાબણના યાદગાર પાત્રો પછી વધુ એક રસપ્રદ રોલમાં જોવા મળશે
Mumbai,તા.૩૦
સંજય લીલા ભણસાલીની ભવ્ય પિરિયડ ડ્રામા સિરીઝ હીરામંડીમાં લાજ્જો નામની તવાયફ તરીકે મજબુત અભિનય કરીને પાત્રને યાદગાર બનાવ્યા બાદ, રિચા ચઢ્ઢા હવે ફરી એકવાર સંપૂર્ણપણે અલગ અવતારમાં જોવા મળશે.ઇન્ડસ્ટ્રીનાં વિશ્વસનીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રિચા જલ્દી જ એક મોટા ઓટીટ પ્લેટફોર્મમાં રોમાંચક ક્રાઇમ થ્રિલર સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ રો તેનાં હિરામંડીનાં રોલથી ઘણો અલગ હશે. રીચા આ નવા પ્રોજેક્ટમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલાં વિદ્યા બાલન સહિતની એક્ટ્રેસ પણ ડિટેક્ટિવનાં રોલ કરી ચુકી છે, ત્યારે આ રોલ કેટલો અલગ અને મજબુત હશે, તે જોવાનું રસપ્રદ રહેશે. જોકે સિરીઝ અંગેની વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રિચાએ શૂટિંગ શરૂ કરી દીધું છે. આ શોમાં ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશનનાં બૅકગ્રાઉન્ડ પર આધારિત એક જટિલ વાર્તા જોવા મળશે, જેમાં રિચાનું પાત્ર રહસ્ય ઉકેલવામાં કેન્દ્રસ્થાનમાં રહેશે.આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યું, “હીરામંડી પછી અને પ્રેગ્નન્સી બાદ, રિચા કંઈક સંપૂર્ણપણે અલગ કરવા માગતી હતી. ડિટેક્ટિવની ભૂમિકા તેને મજબુત, અનેક મર્યાદાઓ સાથે કામ લેતાં અને બૌદ્ધિક પાત્રમાં કામ કરવાનો મોકો આપે છે. આ પાત્ર માટે તેને લાગણીશીલતા, બુદ્ધિ અને શાંત છતાં તીવ્ર બંને પ્રકારના લક્ષણો જરૂર પડશે. આ ગુણો તે સ્વાભાવિક રીતે સ્ક્રીન પર લાવે છે. તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ લુક અને ટોન તેણે અગાઉ કરેલાં કામથી ઘણા અલગ છે.” રિચા ચઢ્ઢાનો ડિટેક્ટિવ તરીકેના આ ક્રાઇમ થ્રિલર ક્ષેત્રમાં પ્રવેશ તેની બહુવિધ પ્રતિભાને વધુ ઉજાગર કરશે તેવી અપેક્ષા છે.

