(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯ઃ
બેલા ગામની સીમમાં આવેલ મોટર રીવાઈન્ડીંગ દુકાનનું શટર ઉંચકાવી પાંચેક જેટલા અજાણ્યા ઇસમોએ દુકાનમાં પ્રવેશ કરી કોપર વાયર, હાઈડ્રોલીક પુલર અને નાની મોટી સાઈઝના બેરીંગ સહીત કુલ રૂ ૧.૪૨ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
Morbiના પંચાસર નાની કેનાલ રોડ પર રહેતા વિવેક મનસુખભાઈ ભાલોડીયાએ અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર ખોડીયાર કોમ્પ્લેક્ષમાં શ્રી મેલડી કૃપા રીવાઈન્ડીંગની ભાડાની દુકાન છે જ્યાં મોટર રીવાઈન્ડીંગ કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તા. ૦૬-૦૪-૨૦૨૬ ના કામ પૂર્ણ કરી દુકાન બંધ કરી લોક કરી ઘરે જતો રહ્યો હતો બાદમાં તા. ૦૭-૦૪-૨૬ ના રોજ વહેલી સવારે દુકાનની પાછળ આવેલ કારખાના વાળા મિલન પટેલે ફોન કરી જાણ કરી કે સવારે મજુર ચાપાણી પીવા ગયા ત્યારે મેલડી કૃપા મોટર રીવાઈન્ડીંગ દુકાનનું શટર ઊંચું જોયું હતું અને દુકાનમાં કેમેરા હોય તો જોવરાવી લેજે કહ્યું હતું દુકાનમાં અંદર બહાર કેમેરા લગાવેલા હોય જેથી મોબાઈલમાં કેમેરા ચેક કરતા તા. ૦૭-૦૪ ન રોજ રાત્રીના દોઢેક વાગ્યે દુકાનમાં પાંચેક ઈસમો પ્રવેશ કરે છે અને દુકાનમાંથી વેસ્ટ કોપર વાયર અંદાજે ૭૦ કિલો કીમત રૂ ૭૦,૦૦૦ અને નવા કોપર વાયર ૩૦ કિલો કીમત રૂ ૩૯ હજાર અને હાઈડ્રોલીક પુલર કીમત રૂ ૮૦૦૦ તેમજ બેરીંગના પાંચ કાર્ટુન કીમત રૂ ૨૫ હજાર સહીત કુલ રૂ ૧,૪૨,૮૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા મોરબી તલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

