New Delhi,તા.30
દેશમાં ઈ-20 પેટ્રોલનું વેચાણ હવે વાસ્તવિક બની ગયું છે અને આ પ્રકારના પેટ્રોલના ઉપયોગથી વાહનની એવરેજ ઘટે છે તથા એન્જીન પાર્ટસને પણ નુકશાન થયું છે તે વચ્ચે લોકોએ મોંઘુ તો મોંઘુ પણ 100% શુદ્ધ પેટ્રોલ ખરીદવાનું શરૂ કરી દીધુ છે.
આ પ્રકારનું પ્રિમીયમ પેટ્રોલ જે એક જ ઈથોનલ મિકસીંગથી મુકત છે તેનું વેચાણ હાલના મહિનાઓમાં ડબલ થઈ ગયુ છે. ખાસ કરીને આ માસમાં ઈ-20 પેટ્રોલની ગુણવતા અંગે પ્રશ્નો સૌથી વધુ સર્જાયા છે.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ અલગ અલગ બ્રાન્ડ હેઠળ આ પ્રકારના પ્રિમીયમ પેટ્રોલનું વેચાણ કરે છે. જેમાં ઈન્ડીયન ઓઈલ એકસપી 100, ભારત પેટ્રોલિયમ સ્પીડ 100, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાવર 100 નામે વેચે છે જે પેટ્રોલ પંપ પર અલગથી વેચાય છે.
જો કે હાલ તો દેશની કુલ પેટ્રોલ માંગના ફકત 0.1% જ આ પ્રકારનું પેટ્રોલ વેચાણ છે પણ રૂા.160 પ્રતિલીટરના ભાવનું પેટ્રોલ એ ઈ-20 કરતા 57% મોંઘુ છે છતાં જેઓ મોંઘી કાર, રેસર બાઈક વિ. ધરાવે છે. તેઓ હવે આ પ્રકારના પેટ્રોલ પર વળ્યા છે. આ પેટ્રોલ એવરેજ વધુ આપે છે. એન્જીનને ડેમેજ કરતુ નથી.

