Jammu and Kashmir તા.20
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. ઉતરી કાશ્મીરના બારામુલા જિલ્લામાં જાંબાજપોરા વિસ્તારમાં જવાનોએ તૈયારી સાથે એક આઇઇડી (વિસ્ફોટક સામગ્રી) જપ્ત કરીને તેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરી દીધો હતો.
આ સપ્તાહમાં બીજી ઘટના છે કે, સેનાને આઇઇડી મળ્યા હોય અને તેને નિષ્ક્રિય બનાવ્યા હોય. ઉલ્લેખનીય છે કે આ પહેલા 18મી ફેબ્રુઆરીએ શ્રીનગર-બારામુલા નેશનલ હાઇવે પર રસ્તાના કિનારે એક શંકાસ્પદ વસ્તુ મળવાથી હડકંપ મચી ગયો હતો.
આ એક આઇઇડી હતો. સુરક્ષા દળો અને તેને પણ નિષ્ક્રિય કરી દીધો હતો. ખીણમાં સુરક્ષા દળોની વધતી સક્રિયાત અને ગુપ્તચર ઇનપુટના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓના અનેક નાપાક મનસુબા પર પાણી ફરી વળ્યાં છે.

