Surendranagar , તા.16
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂ. 1.35 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
SMCના પીએસઆઇ વી.એન.જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે થાનગઢ બાયપાસ રોડ પર ઇન્ડિયન ઓઇલ પમ્પ અને સુપ્રીમ સિરામિક પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
તરણેતર બાયપાસ પાસે સિરામીક ફેકટરી પાસે મોડી રાત્રે દારૂના ચાલુ કટીંગે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતા અધધ..21,792 ઇગ્લીશ દારૂની બોટલ, વાહનો, મોબાઇલ અને રોકડા રૂપિયા સહિત 1.35 કરોડ રૂપિયાનો મુદમાલ જપ્ત કરી 8 શખ્સોની ધરપકડ કરી 7 ફરાર થયેલ શખ્સો સાથે કુલ 15 શખ્સો સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા હાઇવે નજીક તાજેતરમાં જ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી સવા કરોડ રૂપિયાનો ઇગ્લીશ દારૂ ઝડપી લીધો હતો. ત્યાર બાદ બેદરકારી બદલ ચોટીલા પોલીસ મથકના પીઆઇ સહિત પાંચ પોલીસ જવાનોને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરાયા હતા.
એવામાં સોમવારે મોડી રાત્રે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના સ્ટાફની ટીમે થાનગઢના તરણેતર બાયપાસ પાસેની સુપ્રીમ સીરામીક ફેકટરીની બાજુમાં ઇગ્લીશ દારૂના ચાલુ કટીંગે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે દારુની 21,792 બોટલ કિમત રૂ. 99.97 લાખ, બે વાહનો કિમત રૂ. 35 લાખ, 7 મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂપિયા 1.35 કરોડનો મુદમાલ જપ્ત કર્યો હતો.
રેડ દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારના 8 શખ્સોની અટકાયત કરી 7 ફરાર થયેલા શખ્સો સહિત થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે એસએમસી દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરની પોલીસ અને પોલીસ તંત્ર ઝડપાયું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના થાનમાં જ્યારે 1.35 કરોડનો દારૂ જ્યારે એસએમસી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ તંત્રમાં અટકળો વહેતી થઈ છે અને અને હાલમાં એસએમસી દ્વારા ત્યારે એસએમસી દ્વારા ક્યારે વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પીવાયએસપી અને મોટી મોટી બ્રાન્ચો ઉપર અનેક પ્રકારની હાલમાં ચર્ચાઓ ચાલી છે કે જ્યારે એસએમસી નરોડા પાડે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ શું કરી રહી છે તેવી અનેક પ્રકારની વેતી થઈ છે અને તેમની કામગીરી સામે અનેક સવાલો હાલમાં ઉત્પન્ન થયા છે.
ત્યારે હજુ ચાર સાતના રોજ જ ચોટીલામાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 1.19 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પીઆઇ અને પાંચ પોલીસ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાલમાં થાનગઢમાં પણ પોલીસ તંત્રમાં નવાજૂની ના રહેતા રહ્યા છે દ્વારા મોટી માત્રામાં દારૂનું કટીંગ થાય તે પહેલા ઝડપી પાડવામાં આવ્યા છે અને આઠ વ્યક્તિઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું.
રૂા. 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની 21,792 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂપિયા એક કરોડ જેટલી એટલે કે 99,97,920 થાય છે. આ ઉપરાંત પોલીસે બે વાહનો, સાત મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ. 1,35,94,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ખાસ કરીને થાનગઢ ગામ ખાતે હાલમાં એસએમસીએ જે ગરોડા પાડ્યા છે તેમાં મોટી માત્રામાં દારૂ પકડી પાડવામાં આવ્યો છે.
જ્યારે ગાંધીના ગુજરાતને કલંકિત કરતી ઘટના સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી રહી છે આમ છતાં પોલીસ તંત્ર કે જવાબદાર અધિકારીઓ પોતાની સામાન્ય કામગીરી કરી અને સંતોષ માનતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં મોટી માત્રામાં દરરોજ દારૂ ઠલવાતો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
આઠ આરોપીની ધરપકડ : ફરારની શોધખોળ
પોલીસે ઘટનાસ્થળેથી આઠ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અશોક દાદુ ધાંધલ (થાનગઢ), વિશ્વજીત ભરતભાઈ ખાચર (વેલાલા, થાનગઢ), હુક્મારામ હરખારામ સરન (અરાતા, બાડમેર), રાહુલ રણજીત ડાભી (ઉમરડા, મુળી), ખેંગાર સિંધાભાઈ મુંધવા (ઉમરડા, મુળી), રાહુલ રમેશભાઈ શ્રવણ (ઉમરડા, મુળી) અને કાના મહાદેવભાઈ રૂદાતલા (ઉમરડા, મુળી)નો સમાવેશ થાય છે.
પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓમાં રવિ ઉર્ફે ટીડો ધાંધલ (સુદામડા, સાયલા), ઉદય દાદભાઈ (કડમડ), બોલેરો કારનો માલિક, ટ્રકનો માલિક, આ દારૂનો જથ્થો મોકલનારો રાજસ્થાનનો સુરેન્દ્રસિંહ સુરસા જાટ, ગોપાલ કમાભાઈ ખાંભલા (ઉમરડા, મુળી), આરોપી હુક્મારામને ટ્રક આપનાર શખસનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
થાનગઢમાં દારૂ પ્રકરણમાં ચાર પોલીસ સસ્પેન્ડની ચર્ચા…
સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે જ્યારે દારૂ પકડવામાં આવે છે ત્યારે ત્યારે તેમની કામગીરી માટે પોલીસ તંત્રના વહીવટદારોની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવે છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે છે તેઓ જ એક બનાવ ચાર સાતના રોજ ચોટીલા ખાતે 1.19 કરોડનો દારૂ એસએમસીએ ઝડપી પાડ્યો હતો ત્યારે પી.આઈ સહિત છ વ્યક્તિઓને સસ્પેન્ડ કરી અને તેમની કામગીરી બતાવી અને સંતોષ માન્યો હતો.
ત્યારે આજે ફરીવાર જ્યારે એસએમસી 1.35 કરોડનો દારૂ પાનમાંથી ઝડપી પાડ્યો છે અને આઠ વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે અને સાત વ્યક્તિઓ સામે તપાસ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજથી ચર્ચામાં ચાલ્યું છે કે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચાર પોલીસકર્મીના નામો આપેલ છે. મગન સોલંકી સચિન સોંડા નીતાબેન ભાઈલાલ કછોટ જ્યારે હજી સુધી થાનગઢ દારૂ પ્રકરણમાં પીઆઇ કે પીએસઆઇ સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા હાલમાં ગાંધીનગરથી થાનમાં સેટીંગ હોવાનું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે.
લોકો કહે છે કે દારૂના અડ્ડા, દારૂનું કટીંગ અને દારૂનું વેચાણ શું ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે..?
થાનગઢમાં જ્યારે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને 1.35 કરોડનો દારૂ જપ કરવામાં આવ્યો છે ત્યારે અનેક પ્રકારની અટકણો લોકોમાં વહેતી થઈ છે અને જાહેરમાં પણ દારૂનું વેચાણ થાનગઢમાં સુરેન્દ્રનગર શહેરમાં નાના નાના તાલુકાઓમાં પણ મોટી માત્રામાં દારૂના જથ્થાઓ ઠલવાય છે ત્યારે પોલીસ તંત્ર આટલી બધી અજાણ કેમ રહેતી હશે તે એક પ્રશ્ન લોકોમાં ચર્ચા રહ્યો છે.
ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે અને લોકોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ જે દારૂ ઉતારે છે અને વેચાણ કરે છે તે ભાજપ સરકાર સાથે સંકળાયેલા લોકો હોવાનું હાલમાં શહેરી જનતામાં ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ બક્ષીપંચ મોરચા થી લઈ અને નગરપાલિકાના પૂર્વ સદસ્યો દારૂ પ્રકરણમાં અગાઉ ઝડપાયા છે અને ઝડપાયા છતાં પણ તેમને થોડો ટાઈમ ફરાર રાખી અને જામીન પણ કરાવી દેવામાં આવ્યા છે અને આ એપ સત્ય ઘટના હોવાનું પણ પુરવાર થયેલું છે ત્યારે લોકોમાં ચાલતી ચર્ચા કદાચ સાચી પણ હોય શકે ખરી.