Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા
    • દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Stock market કડડભૂસ : સોના – ચાંદીમાં કડાકો : ક્રૂડ 115 ડોલર
    વ્યાપાર

    Stock market કડડભૂસ : સોના – ચાંદીમાં કડાકો : ક્રૂડ 115 ડોલર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.19
    મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચેનું યુધ્ધ વધુ વિનાશક બનવા સાથે તેલ-ગેસના ભંડારા પર ભીષણ હુમલા થતાં નાણાં બજારોમાં મોટી ઉથલપાથલ સર્જાઇ હતી. ભારતીય શેરબજારમાં 2600 પોઇન્ટનો કડાકો સર્જાયો હતો.  ઇન્વેસ્ટરોના 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. ક્રુડ તેલ 115 ડોલર પર પહોંચ્યું હતું  જ્યારે સોના-ચાંદીના ભાવમાં જબરો કડાકો સર્જાયો હતો.

    શેરબજારમાં આજે શરૂઆત જ ગેપડાઉન રહી હતી. ઇરાન યુધ્ધ વધુ ભીષણ અને પ્રચંડ બની ગયું હોવાના અને વિશ્વના સૌથી મોટા ગેસ પ્લાન્ટ પર હુમલો થયાના રીપોર્ટને પગલે ગભરાટનો માહોલ સર્જાયો હતો. વેચવાલીનો પ્રચંડ મારો નીકળતા માર્કેટ ધડાધડ નીચે ઉતરવા લાગ્યું હતું.

    આવતા દિવસોમાં યુધ્ધ વધુ ખતરનાક બનવાના અને અણુ યુધ્ધ તરફ આગળ વધવાની આશંકાના કારણે ગભરાટ વકર્યો હતો. વિદેશી નાણાં સંસ્થાઓએ શેરો ફુકવાનું ચાલુ રાખ્યાના રિપોર્ટનો પણ ખચકાટ રહ્યો હતો.

    જાણીતા શેરબ્રોકરોએ એમ જણાવ્યું હતું કે, માર્કેટમાં છેલ્લા ત્રણ દિવસમાં તેજી જોવા મળી હતી તે આજે એક જ દિવસમાં ધોવાઇ ગઇ હતી. ઇરાન યુધ્ધનો ખતરનાક વળાંક આવ્યો હોવા ઉપરાંત અમેરિકાના વોશિંગ્ટનમાં પણ શંકાસ્પદ ડ્રોન દેખાવા સાથે સંરક્ષણ સહિતના મંત્રીઓને સુરક્ષીત સ્થાનોએ ખસેડી દેવામાં આવ્યાના રીપોર્ટથી પણ ગભરાટ હતો.

    શેરબજારમાં આવતા દિવસોમાં યુધ્ધનો જ પ્રભાવ રહેવાની અને તેના આધારે ટ્રેન્ડ નક્કી થવાની સંભાવના છે. શેરબજારમાં આજે મોટા ભાગના શેરો ગગડ્યા હતા. મંદી માર્કેટમાં પણ ઓએનજીસી, એમસીએક્સ, વેંદાતા જેવા શેરો મજબૂત હતા.

    જ્યારે હિન્દ પેટ્રોલીયમ, એચડીએફસી બેંક, પેટ્રોનેટ, એક્સીસ બેંક, રીલાયન્સ, વોડાફોન, યસ બેંક, એસબીઆઇ કાર્ડ, આઇડીબીઆઇ બેંક, ટાટા કેપીટલ, પતંજલી જેવા શેરોમાં કડાકા હતા.

    મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1860 પોઇન્ટના કડાકાથી 74843 સાંપડ્યો હતો જે ઉંચામાં 75354 તથા નીચામાં 74685 થયો હતો. નીફટી 579 પોઇન્ટના ઘટાડાથી 23197 હતો. જે ઉંચામાં 23378 તથા નીચામાં 23180 હતો.

    બીજી તરફ સોના-ચાંદીમાં પણ આજે જોરદાર ગાબડા પડ્યા હતા. યુધ્ધ વચ્ચે ડોલર-ઇન્ડેક્સમાં ઉથલપાથલ અને અખાતી દેશો નિશાન બની રહ્યાના સંકેતો વચ્ચે બંને મેટલમાં ભારે વેચવાલી હતી. ઝવેરીઓના કહેવા પ્રમાણે માર્ચ એન્ડીંગની પણ અસર હતી. જો કે વિશ્વસ્તરે બંને મેટલના ભાવ તૂટતા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનુ 4800 ડોલરની પણ નીચે ઉતરીને 4730 ડોલર સાંપડ્યું હતું.

    ભારતીય કોમોટીડી એક્સચેંજમાં  4800 રૂપિયાના ઘટાડાથી 148200 સાંપડ્યું હતું. હાજર સોનુ 7000 ઘટીને 153700 હતું આ જ રીતે હાજર ચાંદીમાં 18000 રૂપિયાનો કડાકો હતા અને ભાવ 2.39 લાખ થયો હતો. ચાંદી વાયદો 14700 ઘટીને 233400 હતું. વિશ્વ બજારમાં ચાંદી ઘટીને 71.50 ડોલર હતું.

    દરમ્યાન ઇરાન યુધ્ધ સતત વકરતું હોવાના નિર્દેશો વચ્ચે ક્રુડતેલમાં પણ આગ લાગી હતી. ડબલ્યુપીઆઇ ક્રુડ 96.92 ડોલર હતું બેન્ટ ક્રુડ ઉંચામાં 114.99 ડોલર થઇને 113.57 ડોલર સાંપડ્યું હતું. ગત સપ્તાહમાં બ્રેન્ટ ક્રુડમાં 115.07 ડોલરની નવી ઉંચાઇ બની હતી. આજે ભાવ તેની નજીક પહોંચી ગયો હતો. યુધ્ધમાં કોઇ સુધારો ન થાય તો નવી ઉંચાઇ બની શકે છે.

    Gold and silver crash Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026
    મુખ્ય સમાચાર

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026
    રાષ્ટ્રીય

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.