New Delhi,તા.15
ઓપરેશન સિંદુરનું બ્રિફીંગ કરનાર ભારતીય ભૂમિદળના મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી અંગે અભદ્ર ટીપ્પણી કરનાર મધ્યપ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહને હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટની પણ ફટકાર સહન કરવી પડી હતી.
તેઓ સામે એફઆઈઆર નોંધવા મધ્યપ્રદેશ હાઈકોર્ટે આપેલા આદેશ સામે મંત્રી વિજય શાહે સુપ્રીમમાં રીટ કરી હત અને એવો બચાવ કર્યો કે તેમના વિધાનો પર તેઓએ માફી માંગી લીધી છે.
તેઓએ સુપ્રીમમાં તાત્કાલીક સુનાવણીની માંગ કરી હતી પણ જો કે ગઈકાલે જ હાઈકોર્ટે ભાજપના આ સિનીયર મંત્રીના વિધાનોને કેન્સર જેવા ગણાવ્યા હતા અને હાઈકોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ પોલસે આ એફઆઈઆર નોંધી છે તે સામે તેઓ સર્વોચ્ચ અદાલતમાં ગયા છે.
સુપ્રીમ કોર્ટે પ્રશ્ન પૂછયો કે શા માટે તેઓ આ પ્રકારના વિધાનો કરે છે. એક મંત્ર હોવા છતાં શા માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે. આમ તેઓને સુપ્રીમ કોર્ટ પણ ભીસમાં મુકી છે.
ભાજપના આ મંત્રી અગાઉ પણ વિવાદી વિધાનોમાં ફસાઈ ચૂકયા છે અને તેમાં એક વખત તેઓને મંત્રીપદ પણ ગુમાવવુ પડયુ હતું છતાં પણ ભાજપે તેને ફરી મંત્રી બનાવ્યા છે અને હવે તેમના વિવાદી વિપક્ષો પર ભાજપ હજુ ચુપ છે.