Surendranagar,તા.૨૨
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાના કોરડા ગામે વીજળી પડવાના કારણે ૨૭ વર્ષનો યુવાન ઊંઘતો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે ભારે પવન અને વીજળી સાથે વરસાદ વરસ્યો હતો. તે સમયે વીજળીના કડાકાભડાકા થતા હતા અને વીજળી પણ પડી હતી. આ યુવાને ઊંઘમાં વીજળીનો ભોગ બન્યો હતો.સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે ભારે પવન, ગાજવીજ સાથે અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. સામાન્ય રીતે લોકોનું સૂતા-સૂતા હાર્ટએટેકમાં મોત થાય છે તે સાંભળવા મળ્યું છે, પરંતુ અહીં તો યુવાન સૂતા-સૂતા વીજળીનો ભોગ બન્યો છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેના પોસ્ટમોર્ટમ પરથી તેના મૃત્નું કારણ વીજળી પડવાનું જ છે કે બીજું કાંઈ છે તેની ખબર પડશે.