Jasdan,તા.૧૭
ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી ન્યાયની એક એવી ઐતિહાસિક ખબર સામે આવી છે, જેણે સમગ્ર દેશ સામે મિસાલ રજૂ કરી છે. આટકોટના કાનપર ગામની સીમમાં ૬ વર્ષની માસૂમ બાળકી સાથે દિલ્હીના ’નિર્ભયા કાંડ’ જેવી જ જઘન્ય દરિંદગી કરનાર આરોપી રેમસીંગ ડુડવાને રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ઘટનાના માત્ર ૪૩મા દિવસે આવેલા આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે દીકરીઓ સામે જોનાર નરાધમોનું હવે આવી બન્યું છે.નરાધમ આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવાએ કાનપર ગામે વાડી વિસ્તારમાં અન્ય બાળકો સાથે રમતી ૭ વર્ષની બાળકીને બાઇકમાં બેસાડી એક વૃક્ષ પાછળ લઈ જઈ પ્રથમ શરીર સંબંધ બાંધવા પ્રયત્ન કરેલો પણ બાળકી રાડો પાડવા લાગતા ક્રૂર બનેલા આરોપીએ લોખંડનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં નાંખ્યો હતો, અને ત્યાંથી ભાગી ગયો હતો.
આરોપીને પકડી પોલીસે ઝડપી તપાસ કરી ૧૧ દિવસમાં ચાર્જશીટ કર્યું હતું. રાજકોટની સ્પેશ્યલ પોક્સો જજ વી. એ. રાણાની કોર્ટમાં ડે ટુ ડે કાર્યવાહી ચાલી હતી. જેમાં સરકારી વકીલ એસ. કે. વોરા અને પ્રશાંત પટેલે ધારદાર દલીલો કરી હતી અને ૩૩માં દિવસે આરોપીને તકસીરવાન ઠેરવાયો હતો.
જસદણના આટકોટમાં ૬ વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ જતા નરાધમે બાળકીને ગુપ્તાંગમાં સળિયા જેવી વસ્તુ ઘુસાડીને તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. જોકે, બાદમાં વિસ્તૃત સારવાર કરવામાં આવતા બચી ગઈ હતી.
ગત તારીખ ૪ ડિસેમ્બરનાના રોજ આ ઘટના બની હતી. જસદણના આટકોટમાં ૬ વર્ષીય બાળકી ખેતરમાં રમતી હતી, તે સમયે હેવાન નરાધમ ઉઠાવી ગયો હતો. તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો. ગુજરાતીને નરાધમ બાળકીને કણસતી હાલતમાં મૂકી ફરાર થયો હતો.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ ચુકાદા સાથે ગુજરાત સરકાર અને વહીવટીતંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છેઃ “અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત”. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક કિસ્સાઓમાં ૧૦૦ દિવસની અંદર સજા ફટકારવામાં આવી છે, પરંતુ આટકોટના કેસમાં માત્ર ૪૩ દિવસમાં આવેલો ફાંસીનો ચુકાદો ન્યાયતંત્રની ગતિશીલતાનો પુરાવો છે. હર્ષ સંઘવીએ આ મામલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.
રાજકોટની સ્પેશિયલ કોર્ટે આ કેસને ’રેયરેસ્ટ ઓફ રેર’ (અત્યંત દુર્લભ) ગણાવ્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે માસૂમ બાળકી સાથે જે પ્રકારની ક્રૂરતા આચરવામાં આવી છે તે માફીને પાત્ર નથી. માત્ર ૪૩ દિવસની સુનાવણી બાદ કોર્ટે દોષિત રેમસીંગને ફાંસીના માંચડે લટકાવવાનો હુકમ કર્યો છે.

