Amreli તા.17
સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ધાણા ધજડી ગામના ખેડુત ગોરધનભાઈ ધનજીભાઇ દેવાણીએ મહેતા ભરતકુમાર દલીચંદના કમીશનમાં વેચવા માટે આવેલ હતાં. સિઝનના નવા ધાણાની આવકના આજે શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેન દિ5કભાઇ માલાણીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
અને ખરીદનાર વેપારીઓ તેમજ યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરઓની ઉ5સ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ધાણા ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી રુદ્ર એન્ટરપ્રાઈજ દ્વારા રૂા.2026 ની ઊચી બોલી બોલીને ધાણા ખરીદ કરેલ હતી. જેથી મુહુર્તના સારા ભાવ બોલાતા ખેડુતોમાં 5ણ ખુશીનો માહોલ છવાયો હતો.

