New Delhi,તા.08
AI રેાકાણમાં આવેલાં ઉછાળા અને શેરબજારેામાં તેજી હેાવા છતાં ભારતીય અબજોપતિઓ માટે આ સમયગાળેા બહુ ફાયદાકારક સાબિત થયેા નથી.
અલ્ટ્રાટા બિલિયનેર સેન્સસ રિપેાર્ટ અનુસાર, ઝડપથી વધતા ભારતીય બજારમાં અબજોપતિઓનું રિટર્ન બીજા વર્ષે પણ ધીમું રહ્યું. ભારતીય અબજોપતિ રશિયા અને સિંગાપુર જેવા દેશેાના પેાતાનાં નજીકનાં હરીફેાથી પાછળ રહી ગયા.
એશિયામાં મજબૂત ગ્રેાથ, પણ ભારત પાછળ
એશિયા ક્ષેત્રમાં અબજોપતિઓની કુલ સંખ્યા 6.5 ટકા વધીને 881 થઈ ગઈ અને તેમની કુલ સંપત્તિ 10 ટકા વધીને 3.1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ. જોકે, આ મજબૂત પ્રાદેશિક પ્રદર્શનથી વિપરીત ભારતનાં બજારમાં અબજોપતિઓની સંપત્તિમાં વૃદ્ધિ ધીમી રહી. છેલ્લા એક વર્ષમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 3.9 ટકા વધી છે. દેશમાં હવે કુલ 132 અબજોપતિ છે અને તેમની સંપત્તિ 454 અબજ ડૉલર છે.
અમેરિકી ટેરિફ અને ઉથલપાથલની અસર
અમેરિકી ટેરિફ નીતિઓને કારણે જે વ્યાપારી અડચણેા ઊભી થઈ, તેણે પૂરા એશિયાઈ ક્ષેત્ર અને ખાસ કરીને ભારત જેવા બજારેાને પ્રભાવિત કર્યા. અનિશ્ચિતતા હેાવા છતાં, મૌद्रિક નીતિ, મેન્યુફેક્ચરિંગ અને ટેકનેાલેાજી સપ્લાય ચેઈનમાં એશિયાઈ કંપનીઓના દખલે ભારતીય તથા પ્રાદેશિક અર્થતંત્રને મેાટું નુકસાન થવાથી બચાવી લીધું.
ભારતનાં પાછળ રહેવાનાં ત્રણ મુખ્ય કારણેા –
* ભારત પેાતાનાં નજીકનાં દેશેા જેમ કે રશિયા અને સિંગાપુરની સરખામણીમાં સતત બીજા વર્ષે પાછળ રહ્યું છે.
* ભારતીય બજારનું પ્રદર્શન અબજોપતિઓના પેાર્ટફેાલિયેા માટે અપેક્ષાકૃત ધીમું રહ્યું.
* અમેરિકી ટેરિફ નીતિ, કરન્સીમાં ઉતાર-ચઢાવ અને વૈશ્વિક વેપારમાં અડચણેાએ ભારતીય અબજોપતિઓની સંપત્તિ વધવા પર બ્રેક લગાવી છે.
કુલ 3795 અબજોપતિ
AI ના દમ પર 2025 માં દુનિયાભરમાં અબજોપતિઓની સંખ્યા 8.2 ટકા વધીને રેકેાર્ડ 3795 થઈ ગઈ. કુલ સંપત્તિ 12.8 ટકા વધીને 15.1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ. AI માં રેાકાણ કરનારી કંપનીઓની માર્કેટ કેપ અન્યની સરખામણીમાં 23 ટકા વધી. ઉત્તર અમેરિકા 1337 અબજોપતિઓ સાથે સૌથી આગળ રહ્યું

