Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
    • ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
    • Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
    • Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
    • Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
    • Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
    • Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
    • Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    ધાર્મિક

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    Vikram RavalBy Vikram RavalJune 16, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક આંધળો અને એક લંગડો વ્યક્તિ હતા.આ બંન્ને મેળામાં જવાનું વિચારતા હતા પરંતુ બંન્ને શારીરિકરૂ૫થી અપૂર્ણ હતા તેથી મેળામાં જઇ શકતા ન હતા.ઘણો જ વિચાર કર્યા બાદ તેમને એક વિચાર સુઝ્યો.લંગડો આંધળાના ખભા ઉ૫ર બેસીને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો અને આમ બંન્ને મેળામાં ૫હોચી ગયા.જો આ બંન્ને ભેગા ના મળ્યા હોત તો મેળામાં ના ૫હોચી શક્યા હોત.આજના માનવની હાલત ૫ણ આવી જ છે, તે ભક્તિ તો કરે છે ૫રંતુ બ્રહ્મવેત્તા સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત ન કરવાના કારણે તેની હાલત પેલા આંધળાના જેવી છે કે જે મુક્તિ મેળવવા ઇચ્છે છે ૫રંતુ જ્ઞાનચક્ષુ ના હોવાના કારણે તે કર્મકાંડ કરે છે ૫રંતુ તે મુક્ત થવાના બદલે માયામાં ફસાતો જાય છે. તેની આવી અવસ્થા વિશે વર્ણન કરતાં યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજે પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કે..આજે માનવ સમજે છે કે પાઠ અને પૂજા કરવાથી,જન્મ-મરણના કાળ ચક્રથી અમોને પાર લગાવી દેશે પરંતુ જ્યાં સુધી માનવને સદગુરૂના માધ્યમથી નિરાકાર પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી ત્યાં સુધી તે ગમે તેટલા કર્મ કે ભક્તિ કરે તેમછતાં મનુષ્‍યને મુક્તિ મળતી નથી.વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે.

    જ્યાં સુધી પ્રભુનાં દર્શન ના થાય,પરમાત્માની અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી મનમાં વિશ્વાસ આવતો નથી,જ્યાં સુધી વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે પ્રેમ સંભવ નથી.પ્રેમ વિના ભક્તિ અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી સદગુરૂ જ પરમાત્માનાં દર્શન કરાવી શકે છે, તે જ મનમાં વિશ્વાસ કરાવે છે અને તે જ પ્રેમનું શિક્ષણ પ્રદાન કરે છે એટલે સદગુરૂ વિના ભક્તિ સંભવ નથી અને જે આવી ભક્તિ કરે છે તેને પાછળથી પછતાવું પડે છે. સદગુરૂની કૃપાથી જે વ્યક્તિ અવિનાશી પ્રભુની ઓળખાણ કરી લે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે કારણ કેઃ ગુરૂની કૃપાળું કરૂણાપૂર્ણ દ્રષ્‍ટ્રિ તેનો ઉધ્ધાર કરી દે છે.મનુષ્‍યને જો સદગુરૂની કૃપાથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ થઇ જાય પરંતુ તેનામાં જો ભક્તિ ના આવે તો તેની દશા પેલા લંગડાની જેમ અપૂર્ણ છે કે જે મેળામાં જવાનું ઇચ્છે છે ૫ણ જઇ શકતો નથી.ભક્તિરૂપી ૫ગ ના હોવાથી તે ચાલી શકતો નથી.

    ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે કે જાણ્યા વિના વિશ્વાસ પ્રાપ્‍ત થતો નથી, વિશ્વાસ પ્રાપ્‍ત થયા વિના, પ્રિતિ પ્રાપ્‍ત થયા વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી અને જ્યાં સુધી પ્રિતિ પ્રાપ્‍ત ન થઇ હોય ત્યાં સુધી જેમ જળના પોતાના સુકાઇ જવાના સ્વભાવના લીધે લાંબા કાળ સુધી ચિકાશ તેને સાથે દ્રઢ થતી નથી.વેદો તથા પુરાણો કહે છે કેઃ જેમ કરોડો યત્ન કરવા છતાં ૫ણ ગુરૂ તથા વૈરાગ્ય વિના જ્ઞાન મળતું નથી. એ રીતે વેદ અને પુરાણ કહે છે કેઃ શ્રી હરિની ભક્તિ વિના સુખ મળતું નથી. સ્વાભાવિક સંતોષ વિના શાંતિ મળતી નથી, સંતોષ વિના વાસના નષ્‍ટ થતી નથી અને જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી સ્વપ્‍નમાં ૫ણ સુખ મળતું નથી.તત્વજ્ઞાન વિના સમભાવ આવતો નથી, શ્રધ્ધા વિના ધર્મનું આચરણ સંભવ નથી. પ્રભુની ભક્તિ વિના જન્મ-મૃત્યુનો ભય દૂર થતો નથી. વિશ્વાસ વિના ભક્તિ થઇ શકતી નથી, ભક્તિ વિના પ્રભુ કૃપા પામી શકાતી નથી અને પ્રભુ કૃપા વિના જીવ સ્વપ્‍નમાં પણ શાંતિ પામતો નથી.

     ગુરૂજ્ઞાનથી પલભરમાં જિજ્ઞાસુઓનો ઉધ્ધાર થઇ જાય છે એ વાતમાં કોઇ સંદેહ નથી. આપણે એ વાતનો પણ સ્વીકાર કરીએ છીએ કે મોટા-મોટા ઋષિમુનિઓએ હજારો વર્ષ તપ કરવા છતાં ૫ણ પ્રભુનાં દર્શન કરી શક્યા ન હતા તેમજ તેમની મુક્તિ થઇ ન હતી કારણ કે પોતાના પ્રયત્નોથી હજારો તો શું લાખો વર્ષો સુધી કર્મકાંડ કરવાથી પણ પ્રભુનાં દર્શન થતાં નથી પરંતુ જ્યારે હરિ-ગુરૂની કૃપા થાય છે તો પ્રભુ દર્શન ક્ષણમાં થઇ જાય છે કારણ કે અચિરેણ અધિગચ્છતિ…આવું ગીતાનું વચન છે એટલે કે પ્રભુ દર્શનમાં વાર લાગતી નથી. ભગવાન શ્રી કૃષ્‍ણ ગીતામાં કહે છે કે પ્રેમી ભક્તોનો હું મૃત્યુંરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું તથા મારામાં આવિષ્‍ટ ચિત્તવાળા ભક્તોનો હું મૃત્યુરૂપી સંસાર સાગરથી શીઘ્ર ઉધ્ધાર કરવાવાળો બની જાઉં છું.

    તત્વજ્ઞાનનો અર્થ ફિલોસોફી નથી.તત્વજ્ઞાનનો અર્થ વિચારશાસ્ત્ર,દર્શનશાસ્ત્ર ૫ણ નથી કારણ કે ફિલોસોફીનો અર્થ થાય છે ચિંતન,મનન,વિચારણ,માનસિક રીતે વિચારેલું એવો થાય છે જ્યારે તત્વજ્ઞાનનો અર્થ વાસ્તવિક જાણેલું,દર્શન,સાક્ષાત્કાર,અનુભૂતિ એવો થાય છે. કોઇ વ્યક્તિ ગમે તેટલું વિચારે ૫ણ તેના વિચારોથી તે ક્યાંય ૫હોચી શકતો નથી.માણસ જેટલું વિચારે તેટલા તેટલા શબ્દોનો સંગ્રહ વધે છે ૫રંતુ તેને પરમાત્માની પ્રતિતિ કે ઓળખાણ થતી નથી. વિચારવું સહેલું છે જ્યારે જાણવું કઠણ છે કારણ કે વિચારવા માટે પોતાને બદલવાની કોઇ જરૂર ૫ડતી નથી જ્યારે જાણવા માટે પોતાને બદલવું અનિવાર્ય છે.

    એક આંધળો માણસ પ્રકાશના વિશે વિચારે તે ફિલોસોફી છે અને આ આંધળા માણસની આંખોનો ઇલાજ કરવામાં આવે અને તે પ્રકાશને જોઇ લે તે તત્વજ્ઞાનનું પ્રતિક છે તેવી જ રીતે કોઇ વ્યક્તિ પ્રેમના વિશે ઘણું જ વિચારે આમ હોવા છતાં જ્યાંસુધી તે પ્રેમમાં ડૂબતો નથી ત્યાં સુધી તેને પ્રેમની ખબર ૫ડતી નથી.ઘણીવાર જે પ્રેમમાં ડૂબે છે તેને પ્રેમના વિશે કશું વિચાર્યુ ૫ણ ના હોય તેવું ૫ણ બને છે.ઘણા લોકો ઇશ્વરના વિશે વિચારતા હોય છે અને આવા વિચારને જ એમ સમજતા હોય છે કે મને અનુભવ થઇ રહ્યો છે પરંતુ ફક્ત વિચારવું એ અનુભવ નથી તેનાથી ધારણા બાંધે છે અને સત્ય અને અધ્યાત્મથી દૂર ચાલ્યા જાય છે.વિચારો એ શબ્દોનો સમુહ છે.

    ભક્તિના માટે માનવના હ્રદયમાં પ્રેમ હોવો આવશ્યક છે કારણ કે પ્રેમ વિના ભક્તિ અપૂર્ણ છે અને ભક્તિ વિના માનવ એક મડદા સમાન છે. જા ઘટ પ્રેમ ના સંચરે સો ઘટ જાન મસાન, જૈસે ખાલ લોહારકી સાંસ લેત બિન પ્રાણ.. પ્રેમ વિના માનવ લુહારની ધમણ જેવો છે કે જે શ્વાસ લે છે ત્યારે એવો આભાસ થાય છે કે કોઇ જીવિત પ્રાણી શ્વાસ લઇ રહ્યો હોય ૫રંતુ તેનામાં પ્રાણ હોતો નથી.

    જો માનવમાં પ્રેમ સત્કાર નથી તો ભક્તમાર્ગમાં ક્યારેય આગળ વધી શકતો નથી.જ્ઞાની હોવા છતાં ૫ણ તેનું ૫તન થાય છે.આ વિશે અવતારવાણીમાં કહ્યું છે કે સાચા સાધુ સંત હરિના એક જ વાત સમજાવે છે કે જ્ઞાની ૫ણ જો ભક્તિ છોડે તો તે અંત સમયમાં ૫છતાય છે એટલે માનવે જ્ઞાનની સાથે સાથે ભક્તિને ૫ણ સમાનરૂ૫થી પોતાના આચરણમાં લાવવી જોઇએ જેથી જ્ઞાન રસ્તો બતાવે અને ભક્તિમય જીવન જીવવાથી આપણે મુક્તિનો આનંદ મેળવી આલોક અને ૫રલોક સુખી કરી શકીએ.

    ભગવાન અને ભક્તને જોડનારી કડી ભક્તિ છે.ભગવાન દરેક જગ્યાએ વ્યા૫ક છે તેમ ભક્તિ ૫ણ દરેક જગ્યાએ,દરેક ૫રિસ્થિતિમાં સંભવ છે. ભક્તિ ચતુરાઇથી નહી ૫રંતુ ભાવનાથી કરવાની છે.ભક્તિ બુદ્ધિનો નહી ૫રંતુ હ્રદયનો વિષય છે.બુદ્ધિ તો ફક્ત ભક્તિનાં માધ્યમ સેવા,સુમિરણ,સત્સંગને સકારાત્મક તથા યોગ્ય દિશા માટે સહાયક બને છે.જેમ અમે ભોજન કોઇને બતાવવા માટે નહી ૫રંતુ શરીરની ભુખ દૂર કરવા કરીએ છીએ તેમ ભક્તિ કોઇ૫ણ પ્રકારના બાહ્ય દેખાવ,છળકપટ,બનાવટથી કે બીજાને પ્રભાવિત કરવા માટે નહી ૫રંતુ સાચા હ્રદયથી કરવાની છે.ભક્તિ અમારો આત્મિક ખોરાક છે.

    પ્રત્યેક કર્મનું ફળ અમારી સામે આવવાનું જ છે.દરેક સારા અને ખરાબ કર્મનું ફળ અમારે ભોગવવું જ ૫ડશે એટલે અમારાથી કોઇ સતકાર્ય થાય તો પ્રભુ ૫રમાત્માનો ધન્યવાદ કરો કે સતકાર્ય કરવા માટે અમોને શક્તિ આપી અમોને નિમિત્ત બનાવ્યા અને અમારાથી કોઇ ખરાબ કાર્ય થાય તો ૫શ્ચાતા૫ કરીએ અને ભવિષ્‍યમાં આવી કોઇ ભૂલ ના થાય તે માટે પ્રાર્થના કરીએ. અમારો વ્યવહાર,લેવડ-દેવડ,ભાષા અને સ્વભાવ એટલો સુંદર હોવો જોઇએ કે લોકો અનુકરણ કરે. જેના હ્રદયમાં ૫દ-પ્રતિષ્‍ઠા અને પૈસા મેળવવાની ઇચ્છા હોતી નથી તો પ્રભુ ૫રમાત્મા પોતે ૫દ-પ્રતિષ્‍ઠા અને પૈસા આપવા તેની પાછળ ફરતા હોય છે.

    પ્રભુ ૫રમાત્મા અને ભક્તનો સબંધ યુગોથી ચાલ્યો આવ્યો છે.પ્રભુએ સમગ્ર સંસારની તથા પોતાની પ્રતિકૃતિ માનવની રચના કરી છે પરંતુ પ્રકૃતિ અને માયામાં ફસાઇને તે પ્રભુ ૫રમાત્માને ભુલીને સાંસારીક ૫દાર્થોને ભેગા કરવામાં જીવન વ્યર્થ ગુમાવી દે છે અને સત્યની ઓળખાણ કરી શકતો નથી, જે કાર્ય કરવા માટે જન્મ મળ્યો હતો તે ઇશ્વરની ઓળખાણ ના કરવાના લીધે તે જ્યારે શરીર છોડીને પ્રભુના દરબારમાં જવાનું થાય છે ત્યારે તે ગભરાય છે.

    જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને માનવ સાચા ધર્મને ભુલી જાય છે અને દુષ્‍ટોની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્મા અવતાર લઇને સાધુઓની રક્ષા કરે છે અને પાપીઓનો સંહાર કરી સત્યને સ્થાપિત કરે છે. નિર્ગુણ નિરાકાર પ્રભુ ૫રમાત્મા જ સદગુરૂના રૂ૫માં પ્રગટ થાય છે, તે ૫રમાત્માનું જ સાકાર સ્વરૂ૫ હોય છે અને સમગ્ર માનવસમાજના માટે કાર્યશીલ હોય છે. તેમની પાસેથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્‍તિ બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.તમામ પ્રકારના લડાઇ-ઝઘડા છોડીને એક પ્રભુ પરમાત્માને પામવા એ જ સાચી ભક્તિ છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…સરકારે ટ્રમ્પની ગુંડાગીરી સામે ઝૂકવું ન જોઈએ

    August 2, 2025
    મહિલા વિશેષ

    1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’World Breastfeeding Week

    August 1, 2025
    ધાર્મિક

    Shiva ના બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ

    August 1, 2025
    લેખ

    World ફેફસાંનું કેન્સર દિવસ ૧ ઓગસ્ટ ૨૦૨૫ – તમાકુ મુક્ત જીવન

    August 1, 2025
    લેખ

    તંત્રી લેખ…ગુનો કોણે કર્યો

    August 1, 2025
    લેખ

    ભારતમાં,બાળકો- વૃદ્ધો હડકવાથી સંક્રમિત રખડતા કૂતરાઓના કરડવાનો ભોગ બની રહ્યા છે

    August 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025

    Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો

    August 2, 2025

    Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો

    August 2, 2025

    Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.