New Delhi, તા.6
અત્રે ફરી એકવાર દિલ્હી યુનિવર્સિટીની બે કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફડા-તફડી મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હી યુનિ.ની રામજસ કોલેજ અને મિરાંડા કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મલતા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોલેજ પરિસરને ખાલી કરાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ કોલેજ એડમિનિસ્ટેશનને એક ઈ-મેલ મળ્યો હતો. જેમાં કેમ્પસમાં સંભવિત વિસ્ફોટથી એલર્ટ કરવામાં આવ્યું હતું. તપાસ માટે બોમ્બ ડિસ્પોઝેબલ અને સ્નિકર ડોગ સ્કવોડનો સહારો લેવામાં આવ્યો હતો.
આ સમયે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીને સુરક્ષાના કારણે બહાર કરવામાં આવ્યા હતા. હજુ એ બહાર નથી આવ્યું કે ધમકી કોણે આપી હતી.

