Tehran, તા.3
અમેરિકા અને ઇઝરાયેલના યુધ્ધમાં ઇરાને હવે હોર્મુઝનો સમુદ્રી રૂટ જહાજો માટે બંધ કર્યો છે અને અહીંથી પસાર થતાં જહાજો ઉપર હુમલાની પણ ચેતવણી આપી છે તે સમયે વિદેશી માલિકીના એક સમુદ્રી જહાજ પર ઇરાને કરેલા ડ્રોન હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુ થયા છે અને એકને ઇજા થઇ છે.
ડીરેક્ટર જનરલ ઓફ શિપીંગે આ માહિતી આપી છે અને જણાવ્યું હતું કે ગલ્ફ ઓફ ઓમાનમાં પસાર થઇ રહેલા આ જહાજ પર ઇરાનની રીવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ડ્રોન હુમલા કરાયા હતા અને તેમાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા છે જ્યારે અન્ય 20 કે જેમાં એક ભારતીય ખલાસી પણ સામેલ છે તેને ઇજા થઇ છે.
ડ્રોન હુમલાને કારણે આ જહાજ પર શક્તિશાળી વિસ્ફોટ થયા હતા અને તેમાં આ ખલાસીઓના મોત થયા છે. ભારતે અગાઉ જ આ વિસ્તારમાં રહેલા ભારતીય જહાજોને સલામત રીતે અન્ય રુટ પરથી આગળ વધવા સુચના આપી હતી.

