ટાઈગર શ્રોફ પહેલીવાર સંપૂર્ણ કોમેડી ફિલ્મમાં નસીબ અજમાવશે
Mumbai, તા.૨૫
બે ફલોપ સ્ટાર કિડ ટાઈગર શ્રોફ તથા શનાયા કપૂર એક ફિલ્મમાં સાથે આવવાનાં છે. ફિરોઝ નડિયાદવાળા આ બંનેને સાથે લઈને એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યો છે. અહમદ ખાનને આ ફિલ્મનું દિગ્દર્શન સોંપાયું છે. આ ફિલ્મનું કોઈ ટાઈટલ હજુ સુધી નક્કી થયું નથી. ટાઈગર શ્રોફ અત્યાર સુધીમાં એક જ પ્રકારનાં બીબાંઢાળ એક્શન રોલ કરતો રહ્યો છે. તે પહેલીવાર સંપૂર્ણ કોમેડી ફિલ્મમાં નસીબ અજમાવશે. બીજી તરફ શનાયા કપૂરે હજુ કોઈપણ પ્રકારનાં જોનરમાં પોતાની પ્રતિભા પુરવાર કરવાની હજુ બાકી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થવાની ધારણા છે.

