Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»UK Immigration New Rules: બ્રિટનની લેબર પાર્ટીની સરકારે નેટ માઇગ્રેશન ઘટાડવા
    આંતરરાષ્ટ્રીય

    UK Immigration New Rules: બ્રિટનની લેબર પાર્ટીની સરકારે નેટ માઇગ્રેશન ઘટાડવા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 23, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Britain,તા.23

    સ્થાનિકોને વધુ નોકરીઓ આપવા અને ઇમિગ્રેશન સિસ્ટમ પર કડક નિયંત્રણ રાખવા માટે 22 જુલાઈ, 2025 થી તેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમોથી ભારત અને ચીન સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે પડકારો વધશે. યુકેના ગૃહ મંત્રાલયે 82 પાનાના વ્હાઈટ પેપરમાં આ ફેરફારોને વિગતવાર સમજાવ્યા છે. આ ફેરફારો મુખ્યત્વે સ્કિલ્ડ વર્કર વિઝા, સ્ટુડન્ટ વિઝા અને કાયમી નિવાસના નિયમો પર કેન્દ્રિત છે. એવામાં જાણીએ કે આ નિયમો શું છે.

    બ્રિટનના નવા ઇમિગ્રેશન નિયમો અનુસાર, સ્કિલ્ડ વર્કર વિઝા મેળવવા માટે હવે નોકરીનું સ્તર RQF (રિક્વાયર્ડ ક્વૉલિફિકેશન્સ ફ્રેમવર્ક) લેવલ 6 (ગ્રેજ્યુએટ લેવલ) હોવું ફરજિયાત છે, જે પહેલાં RQF લેવલ 3 (ધો. 12 સમકક્ષ) હતું. આનો અર્થ એ છે કે હવે માત્ર ડિગ્રી-લેવલની નોકરીઓ ધરાવતા લોકો જ વિઝા મેળવી શકશે. આ ફેરફારથી હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને કેર સેક્ટર સહિત લગભગ 180 નોકરીઓ વિઝાના કાર્યક્ષેત્રમાંથી બહાર થઈ જશે, જેના કારણે ભારત અને ચીનથી આવતા લોકોને વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે.

    કેર વર્કર વિઝા પર બ્રિટને સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. 22 જુલાઈ, 2025થી નર્સિંગ આસિસ્ટન્ટ જેવા કેર વર્કર માટે વિદેશથી નવી ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ જેઓ પહેલેથી જ આ વિઝા પર ત્યાં કામ કરી રહ્યા છે તેઓ 2028 સુધી વિઝા રિન્યૂ કરાવી શકશે. પરંતુ, નવા અરજદારો માટે આ સેક્ટરમાં વિઝા મેળવવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આનાથી ભારતના કેરળ અને પંજાબ જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આ સેક્ટરમાં કામ કરવા જતા લોકો પર સીધી અસર પડશે.

    હવે તમામ વિઝા કેટેગરી માટે, જેમાં આશ્રિતો (પરિવારના સભ્યો) પણ સામેલ છે, તેમને ઈંગ્લિશ આવડવું જરૂરી છે. મુખ્ય અરજદારે પહેલાંથી CEFR B2 લેવલ પર ઈંગ્લિશ બોલતા-સમજતા હોવું જરૂરી છે, જ્યારે આશ્રિતોને બેઝિક લેવલ (A1) પાસ કરવું પડશે. વિઝા રિન્યૂઅલ માટે A2 લેવલ અને કાયમી વસવાટ (settlement) માટે B2 લેવલની જરૂર પડશે. આ ફેરફારો ભારત અને ચીન જેવા દેશોના તે લોકો માટે પડકારરૂપ બની શકે છે જેમની ઈંગ્લિશ ભાષાની પકડ નબળી છે.

    અગાઉ, બ્રિટનમાં 5 વર્ષ રહ્યા પછી લોકો ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેન (ILR) એટલે કે કાયમી નિવાસ માટે અરજી કરી શકતા હતા, પરંતુ હવે આ સમયગાળો વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. જોકે, ડૉક્ટર્સ, નર્સીસ, એન્જિનિયર અથવા AI નિષ્ણાતો જેવા વ્યાવસાયિકો, જેઓ અર્થતંત્ર અથવા સમાજમાં મોટો ફાળો આપશે, તેમને ઓછા સમયમાં સેટલમેન્ટ મળી શકે છે. આ છૂટ કોને મળશે તે અંગેનો નિર્ણય ભવિષ્યમાં લેવાશે. લાંબા સમય સુધી બ્રિટનમાં વસવાટ કરવાનું સપનું જોતા ભારતીય અને ચીની પ્રવાસીઓ માટે આ એક મોટો ફટકો છે.

    વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ વિઝા (જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી કામ કરવાની મંજૂરી આપે છે)નો સમયગાળો 2 વર્ષથી ઘટાડીને 18 મહિના કરવામાં આવ્યો છે. અગાઉ PhD ધારકોને 3 વર્ષ મળતા હતા, પરંતુ હવે બધા માટે 18 મહિના જ રહેશે. દર વર્ષે લાખો ભારતીય અને ચીની વિદ્યાર્થીઓ બ્રિટન જાય છે અને આ ફેરફાર તેમને નોકરી શોધવા માટે ઓછો સમય આપશે.

    નોકરીદાતાઓએ હવે દરેક વિદેશી કર્મચારી માટે વધુ ઇમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ ચૂકવવો પડશે, જેમાં 32%નો વધારો થયો છે. નાની કંપનીઓ માટે આ ચાર્જ 480 પાઉન્ડ અને મોટી કંપનીઓ માટે 1320 પાઉન્ડ વાર્ષિક થઈ ગયો છે. આનાથી કંપનીઓ પર ખર્ચનો બોજ વધશે, જેની અસર ભારતીય અને ચીની પ્રોફેશનલ્સને નોકરી આપવા પર થઈ શકે છે.

    britain New Rules UK Immigration
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.