Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Maharashtra ના વિરારમાં નકલી ચલણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો,જેમાં એક કારમાંથી ૧ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી

    August 11, 2026

    રાજ્યમાં સત્તા પરિવર્તન પછી Trinamool Congress ના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવ્યા છે

    August 11, 2026

    ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Maharashtra ના વિરારમાં નકલી ચલણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો,જેમાં એક કારમાંથી ૧ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી
    • રાજ્યમાં સત્તા પરિવર્તન પછી Trinamool Congress ના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવ્યા છે
    • ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari
    • બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો
    • Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે
    • Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી
    • સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi
    • અતિક અહેમદના પુત્ર ઉમર પછી, અલી અહેમદના કાફલાને અનુસરતા ૧૦ વાહનો સામે FIR દાખલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન
    રાષ્ટ્રીય

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નિયમભંગ કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલ્યુશન કંટ્રોલ કમિટીઓને નોટિસ પાઠવવામાં આવી

    New Delhi, તા.૧૧

    બાયોમેડિકલ વેસ્ટને ઊંડા ખાડામાં દાટીને તેનો નિકાલ કરવા સહિતની પ્રક્રિયામાં નિયમોનું પાલન નહીં કરતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિરુદ્ધ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) આકરાં પગલાં લેશે. સીપીસીબીએ આ મામલે બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ તથા તેનો નિકાલ કરતી કેટલીક સુવિધાઓ દ્વારા નિયમોના કરાઈ રહેલાં ઉલ્લંઘનના મામલાઓની સુનાવણી કરી રહેલી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)ને જાણ કરી છે.એનજીટીના ચેરમેન જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ તથા એક્સપર્ટ મેમ્બર અફરોઝ એહમદે ૫ ઓગસ્ટના આદેશમાં નોંધ્યું હતું કે, સીપીસીબીએ ૧૭ રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશો દ્વારા કરવામાં આવતા બાયોમેડિકલ વેસ્ટને ઊંડા ખાડામાં દાટીને કરવામાં આવતાં નિકાલ (ડીપ બરિયલ) અંગે રિપોર્ટ ફાઈલ કર્યો હતો.એનજીટીમાં આ કેસની સુનાવણી દરમિયાન જણાવાયું હતું કે ‘ડીપ બરિયલ’ની પદ્ધતિ સામાન્ય સંજોગોમાં માન્ય નથી; તે માત્ર એવા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં જ માન્ય છે જ્યાં કોમન બાયો-મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી ન હોય. આ પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલાં પણ ઓથોરિટીની પરવાનગી અનિવાર્ય છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, કચરો ઊંડે દાટવાની પદ્ધતિનો ઉપયોગ કરતી ૯,૧૭૮ હેલ્થકેર ફેસિલિટીઝમાંથી માત્ર ૫,૭૧૫ જ નિયમોનું પાલન કરે છે. જેમાં સૌથી વધુ ઉલ્લંઘન ભૂગર્ભ જળનું સ્તર ઉંડા ખાડાની છ મીટર નીચે રાખવાના નિયમનું થયું હતું. ૪૭૭ હેલ્થકેર ફેસિલિટીઝે આ નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું ટ્રિબ્યુનલે નોંધ્યું હતું. આ ઉપરાંત ૩૪૧ હેલ્થકેર ફેસિલિટીઝ સત્તાધિકારીની પૂરતી મંજૂરી વગર જ કામ કરતી હોવાનું જણાયું હતું.ભંગ કરનારા ઉદ્યોગો માટે વીજળી-પાણી જેવી સેવાઓ બંધ કરાશે નિયમભંગ કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલ્યુશન કંટ્રોલ કમિટીઓને નોટિસ પાઠવવામાં આવી છે. જો આઠ અઠવાડિયામાં આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે, તો પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૫ હેઠળ કડક નિર્દેશો જારી કરવામાં આવશે. આ જોગવાઈ હેઠળ કેન્દ્ર સરકારને ઉદ્યોગોના કામકાજને નિયંત્રિત કરવા, બંધ કરવા અથવા વીજળી-પાણી જેવી આવશ્યક સેવાઓ રોકવા સહિતના આદેશો આપવાની કાનૂની સત્તા છે. આ મામલે ૨૮ ઓક્ટબરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

    Medical Waste
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: જંગલેશ્વર ડિમોલિશનમાં બિલોનો ખેલ ૧૦ કિમી માટે રૂ.૬.૬૯ લાખ ખર્ચાયા, ૪૦ દિવસથી તપાસ સમિતિ બેફામ
    Next Article સતત વરસાદથી દેશભરના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, ઘરો નદીઓમાં ડૂબી ગયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026
    રાષ્ટ્રીય

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026
    રાષ્ટ્રીય

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026
    રાષ્ટ્રીય

    સતત વરસાદથી દેશભરના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, ઘરો નદીઓમાં ડૂબી ગયા

    August 11, 2026
    મુખ્ય સમાચાર

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,390
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 21:08
    Categories
    Latest News

    Maharashtra ના વિરારમાં નકલી ચલણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો,જેમાં એક કારમાંથી ૧ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી

    August 11, 2026

    રાજ્યમાં સત્તા પરિવર્તન પછી Trinamool Congress ના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવ્યા છે

    August 11, 2026

    ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari

    August 11, 2026

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026

    Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી

    August 11, 2026
    Search
    Main News

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026

    ભારત સાથે Russia ના સીધા રેલ માર્ગ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Maharashtra ના વિરારમાં નકલી ચલણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો,જેમાં એક કારમાંથી ૧ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી

    August 11, 2026

    રાજ્યમાં સત્તા પરિવર્તન પછી Trinamool Congress ના નેતાઓને સતત નિશાન બનાવવામાં આવ્યા છે

    August 11, 2026

    ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.